દિલ્હી : નવ વર્ષની બાળકીનો મૃતદેહ સૂટકેસમાં ભરેલો મળ્યો
બાળકી સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા થઈ

બાળકી સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા થઈ

બાળકી સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા થઈ
દિલ્હીના નેહરુ વિહારમાં એક હચમચાવી નાખે તેવી ઘટના બની છે. એક નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા થઈ હતી. આવા સમાચાર જાહેર થતાં લોકોમાં આક્રોશ ફાટી નોકળ્યો છે. આરોપીને કડકથી કડક સજા મળે તેવી લોકોની ઈચ્છા છે. લોકો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. આરોપીની ઓળખ પોલીસે પાડોશમાં રહેતા નૌશાદ તરીકે કરી છે. આરોપીની ધરપકડ માટે 7 ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમ દિલ્હી સિવાય અલીગઢ, મેરઠ અને ગાઝીયાબાદમાં શોધખોળ કરી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને સમજીને પોલીસે બેરીકેટ લગાવી દીધા છે. મોટી સંખ્યામાં પેરામિલિટ્રી ફોર્સ પણ ખડકી દેવામાં આવી છે.
બાળકીના પરિવારવાળા રસ્તા પર ધરણા પર બેઠા છે. બાળકીની દાદીએ પોલીસને સાંજ સુધીનુ અલ્ટીમેટમ આપ્યુ છે, જો આરોપી નૌસાદને નહી પકડવામા આવે તો તે રસ્તા પર બેસી રહેશે. જો કે પોલીસે સમગ્ર મામલે સાંત્વના પાઠવા કહ્યુ છે કે વિશ્વાસ રાખો તેમને જરૂરથી ન્યાય મળશે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીના જ્યાં જવાના ઠેકાણા છે તમામ પર પહેરો ભરવામાં આવી રહ્યો છે. હાલ ફરાર આરોપીને પકડવા પોલીસ દીવસ રાત એક કરી રહી છે. સર્વિલન્સની મદદથી ટ્રેસ કરીને આરોપીને શોધવાની કામગીરી શરૂ થઇ ગઇ છે.
પોલીસે સમગ્ર મામલે અનેક નિવેદન નોંધ્યા :
દિલ્હી ડીસીપી નોર્થ ઇસ્ટ આશીષ મિશ્રાએ જણાવ્યુ કે ઘટના સ્થળને સીલ કરી દેવામાં આવ્યુ છે. પોલીસ અને ફોરેન્સીક ટીમો પુરાવા મેળવવા કામે લાગી છે. બાળકીના પરીવારવાળા અને નજરે જોયેલા પડોશીઓના નિવેદન લેવામાં આવ્યા છે. આ સિવાય ઘટનાની આસપાસના સીસીટીવીને ચકાસવામાં આવી રહ્યા છે
આ છે સમગ્ર મામલો :
પોલીસના જણાવ્યા અનુસાર શનિવાર રાત્રે નહેરૂ વિહારમાં એક બાળકીનો મૃતદેહ સૂટકેસમાં ભરેલો મળ્યો હતો. સૂચના બાળકીના પિતાએ આપી હતી. બાળકીનો મૃતદેહ પડોશીના બંધ ફ્લેટની અંદર સુટકેસમાં મળ્યો હતો, પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે બાળકીના પિતા હોસ્પિટલ બાળકીને લઇ ગયા હતા જ્યાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. ડોક્ટરોએ જણાવ્યુ કે બાળકી સાથે પહેલા દુષ્કર્મ થયુ પછી તેની હત્યા થઇ હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.