દરભંગામાં સિલિન્ડર બ્લાસ્ટથી ભયાનક આગ
પતિ-પત્ની અને 3 મહિનાના બાળકનું મોત

ગેસ સિલિન્ડર લીકેજ થતાં આગ લાગી

ગેસ સિલિન્ડર લીકેજ થતાં આગ લાગી
બિહારના દરભંગા જિલ્લાના સુંદરપુર મહોલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં ઘરમાં લાગેલી ભીષણ આગ અને ગેસ સિલિન્ડર બ્લાસ્ટના કારણે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું માહોલ ઉભું કરી દીધું છે.
મળતી માહિતી મુજબ, સાંજના સમયે પરિવાર રસોડામાં ભોજન બનાવી રહ્યો હતો ત્યારે અચાનક ગેસ સિલિન્ડરમાં લીકેજ થતાં આગ લાગી હતી. થોડી જ ક્ષણોમાં આગ વધુ ભયાનક બની અને સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે આગ ઝડપથી આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી.
આ ઘટનામાં ગોવિંદ (પતિ), રિષિ કુમારી (પત્ની) અને તેમના માત્ર ત્રણ મહિનાના માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. પરિવારના અન્ય બે સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત હાલમાં ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની અડધો ડઝન ગાડીઓ અને સ્થાનિક પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘર સંપૂર્ણપણે બળી ગયું હતું. આસપાસના વિસ્તારોમાં પણ ધુમાડાના ગોભરાટ અને વિસ્ફોટના અવાજથી લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી સલીમ અખ્તરે સ્થળ પર પહોંચીને ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે ત્રણ લોકોના મોત થયા છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.
સ્થાનિક કાઉન્સિલર પ્રતિનિધિ ભગવાન લાલ ઠાકુરે જણાવ્યું કે સિલિન્ડર બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આખો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. જે ઘરમાં ખુશી અને સામાન્ય જીવન હોવું જોઈએ ત્યાં એક ક્ષણમાં જ માતમ છવાઈ ગયો.
આ દુર્ઘટનાએ ફરી એકવાર ગેસ સિલિન્ડર સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. પ્રાથમિક તપાસમાં લીકેજને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા મૃતકોના પરિવારને સહાય અને રાહત આપવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને લોકો આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?