ક્રિપ્ટો વર્લ્ડના CoinDCXના ફાઉન્ડર્સની ધરપકડ
છેતરપિંડી અને ફંડના દુરુપયોગનો ગંભીર આરોપ; FIR બાદ પોલીસની કાર્યવાહી

CoinDCXના ફાઉન્ડર્સની ધરપકડ

CoinDCXના ફાઉન્ડર્સની ધરપકડ
ભારતીય ક્રિપ્ટોકરન્સી માર્કેટના દિગ્ગજ ખેલાડી ગણાતા CoinDCX એક્સચેન્જના સહ-સ્થાપકો સુમિત ગુપ્તા અને નીરજ ખંડેલવાલની ધરપકડ કરવામાં આવી છે. તેમની વિરુદ્ધ નોંધાયેલી FIR મુજબ, તેમના પર નાણાકીય છેતરપિંડી અને રોકાણકારોના ફંડનો દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.
આ ધરપકડ બાદ ભારતના ક્રિપ્ટો સેક્ટરમાં રેગ્યુલેટરી અને કમ્પ્લાયન્સ બાબતે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે.
સમગ્ર વિવાદ:
પોલીસ ફરિયાદ મુજબ, CoinDCX સાથે જોડાયેલા અમુક ખાતાઓ દ્વારા નાણાંની ગેરરીતિ કરવામાં આવી છે. જોકે, અધિકારીઓએ હજુ સુધી આ કૌભાંડની સંપૂર્ણ વિગતો જાહેર કરી નથી. બીજી તરફ, CoinDCX એ સત્તાવાર નિવેદન બહાર પાડીને આ FIR ને સંપૂર્ણપણે "ખોટી" અને પાયાવિહોણી ગણાવી છે.
CoinDCX એ આ મામલે એક અલગ જ પક્ષ રજૂ કર્યો છે. કંપનીનું કહેવું છે કે આ કેસ આંતરિક ગેરરીતિનો નથી, પરંતુ એક મોટા આંતરરાષ્ટ્રીય 'ઈમ્પર્સનેશન' (ઓળખ ચોરી) નેટવર્કનો ભાગ છે. છેતરપિંડી કરનારાઓ સુમિત ગુપ્તા અને નીરજ ખંડેલવાલના નામે ફેક આઈડી બનાવીને લોકો પાસેથી પૈસા પડાવી રહ્યા છે. કંપનીએ દાવો કર્યો છે કે ફરિયાદમાં જે બેંક ખાતાઓનો ઉલ્લેખ છે, તેની સાથે CoinDCX ને કોઈ લેવાદેવા નથી.
CoinDCX ના અહેવાલ મુજબ, 1 એપ્રિલ 2024થી 5 જાન્યુઆરી 2026 વચ્ચે કંપનીએ 1,212થી વધુ નકલી વેબસાઈટ શોધી કાઢી હતી, જે CoinDCX ના સત્તાવાર ડોમેન જેવી જ દેખાતી હતી. આ નકલી પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સામાન્ય રોકાણકારોને લલચાવીને તેમના નાણાં ત્રીજા પક્ષના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેવામાં આવતા હતા.
ઉદ્યોગ જગતમાં ચર્ચા
આ ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે ભારત સરકાર ક્રિપ્ટો ક્ષેત્રે કડક નિયમો લાવવાની તૈયારી કરી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે બ્રાન્ડ ઈમ્પર્સનેશન એ ડિજિટલ ફાઈનાન્સમાં એક ગંભીર ખતરો બની રહ્યો છે. CoinDCX એ જણાવ્યું છે કે તેઓ તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે અને આ સત્ય ટૂંક સમયમાં બહાર આવશે.
હાલમાં આ ધરપકડ બાદ CoinDCX ના લાખો યુઝર્સમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ