Kashmir માં CRPF વાહન ખાઈમાં ખાબક્યું, નવ જવાન ઘાયલ, બેની હાલત ગંભીર
કાશ્મીરના બડગામના દૂધપથરીમાં CRPF નું વાહન ખાઈમાં પડતાં નવ જવાન ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર...

CRPF જવાનોને નડ્યો અકસ્માત...

CRPF જવાનોને નડ્યો અકસ્માત...
મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ખાનસાહિબ તાલુકાના દૂધપથરીના તંગનાર વિસ્તારમાં એક અણધારી ઘટના બની હતી. CRPF નું એક વાહન, જેનો રજિસ્ટ્રેશન નંબર હજી સુધી જાણી શકાયો નથી તે રસ્તા પરથી લપસીને એક ઊંડી ખાઈમાં ખાબક્યું. આ દુર્ઘટનામાં સ્પેશિયલ QAT સાઉથ શ્રીનગર રેન્જના નવ જવાનો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઘાયલોને તાત્કાલિક શ્રીનગરના આર્મી બેઝ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, મંગળવારના રોજ મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ખાનસાહિબ તાલુકાના દૂધપથરીના તંગનાર વિસ્તારમાં CRPF નું એક વાહન નિયંત્રણ ગુમાવી બેઠું અને સીધું જ ઊંડી ખાઈમાં જઈ પડ્યું. તેમણે જણાવ્યું કે, વાહન અચાનક અસંતુલિત થઈ ગયું અને રસ્તા પરથી સરકીને ખાઈમાં ગબડી ગયું. એક અધિકારીએ આ ઘટના વિશે માહિતી આપતાં જણાવ્યું કે, "આ દુર્ઘટનામાં CRPF ના ઘણા જવાનો ઘાયલ થયા છે." તેમણે ઉમેર્યું કે, ઘટના બન્યાની તુરંત જ બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. જો કે, ઘાયલ જવાનોની ચોક્કસ સંખ્યા અને તેમની હાલત વિશે હજુ સુધી ચોક્કસ માહિતી મળી શકી નથી. આ કષ્ટદાયક ઘટનાને પગલે વિસ્તારમાં ચિંતાનો માહોલ છવાયો છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.