મહિલાના શરીર પરની ટિપ્પણીઓને જાતીય સતામણી ગણાશે: કેરળ હાઈકોર્ટે
મહિલાએ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ 2013થી તેની વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો

મહિલાના શરીર પરની ટિપ્પણીઓને જાતીય સતામણી ગણાશે: કેરળ હાઈકોર્ટે

મહિલાના શરીર પરની ટિપ્પણીઓને જાતીય સતામણી ગણાશે: કેરળ હાઈકોર્ટે
કેરળ: કેરળ હાઈકોર્ટે જણાવ્યું છે કે મહિલાના શારીરિક દેખાવ પર કરવામાં આવેલી ટિપ્પણીઓ જાતીય સતામણી ગણાશે અને તે સજાપાત્ર ગુનો ગણાશે. જસ્ટિસ એ બદરુદ્દીને કેરળ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડના ભૂતપૂર્વ કર્મચારીની અરજીને ફગાવી દેતા આ ચુકાદો આપ્યો હતો. અરજદારે મહિલા કર્મચારી દ્વારા દાખલ કરાયેલા જાતીય સતામણીના કેસને રદ કરવા માટે અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી.
મહિલાએ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ 2013થી તેની વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને ત્યારબાદ 2016-17માં વાંધાજનક મેસેજ અને વૉઇસ કૉલ્સ મોકલવાનું શરૂ કર્યું હતું. KSEB અને પોલીસને ફરિયાદ કરવા છતાં, કર્મચારીએ તેણીને વાંધાજનક સંદેશાઓ મોકલવાનું ચાલુ રાખ્યું. ફરિયાદના પગલે આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસને રદ કરવાની માંગ કરતી વખતે, આરોપીએ દાવો કર્યો હતો કે વ્યક્તિનું શારીરિક માળખું સારું હોવાનો ઉલ્લેખ કરવો એ IPCની કલમ 354A અને 509 અને કેરળ પોલીસ અધિનિયમની કલમ 120 (O) ના દાયરામાં લૈંગિક ટિપ્પણી સમાન છે.
હાઈકોર્ટ મહિલાની દલીલો સાથે સહમત છે
બીજી તરફ, ફરિયાદ પક્ષ અને મહિલાએ દલીલ કરી હતી કે આરોપીએ તેને કોલ અને મેસેજ દ્વારા હેરાન કરવાના ઈરાદાથી જાતીય ટીપ્પણી કરી હતી અને તેની ગરિમાનું અપમાન કર્યું હતું. પ્રોસિક્યુશનની દલીલો સાથે સંમત થતા કેરળ હાઈકોર્ટે કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ, આઈપીસીની કલમ 354A અને 509 અને કેરળ પોલીસ અધિનિયમની કલમ 120 (O) હેઠળ ગુનાનો કેસ બનાવવામાં આવ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ