જમ્મુ-કાશ્મીરના ડોડા અને કિશ્તવાડમાં વાદળ ફાટ્યું
જમ્મુ-કાશ્મીરના ડોડા અને કિશ્તવાડમાં વાદળ ફાટવાથી પૂર આવ્યું, જેમાં 4ના મોત થયા
જમ્મુ-કાશ્મીરના ડોડા અને કિશ્તવાડમાં વાદળ ફાટ્યું
જમ્મુ-કાશ્મીરના ડોડા અને કિશ્તવાડમાં વાદળ ફાટ્યું
જમ્મુ-કાશ્મીરના ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાની ઘટનાને કારણે ભારે વિનાશ સર્જાયો છે. ડોડાના થાથરી સબ-ડિવિઝનમાં વાદળ ફાટવાથી પહાડો પરથી અચાનક આવેલા પૂરમાં 10થી વધુ મકાનો અને અનેક પુલો તણાઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં ડોડા જિલ્લાના ભલેશા, થાથરી અને મરમત વિસ્તારોમાં કુલ 4 લોકોના મોત થયા છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, 2 લોકોના મોત ઘર ધરાશાયી થવાથી થયા જ્યારે અન્ય 2 પૂરના કારણે મૃત્યુ પામ્યા છે. આ ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે જમ્મુ-કાશ્મીરમાં વૈષ્ણોદેવી યાત્રાને પણ રોકવામાં આવી છે. વાહનોની અવર-જવર ખોરવાઈ ન જાય તે માટે બટોટે-કિશ્તવાડ નેશનલ હાઈવે (NH-244) બંધ કરવામાં આવ્યો છે.
હાલમાં, અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ સંપૂર્ણપણે એલર્ટ પર છે. આ પહેલા 14 ઓગસ્ટના રોજ કિશ્તવાડના ચાસોટી ગામમાં પણ વાદળ ફાટવાની ઘટના બની હતી, જેમાં 65 લોકોના મોત થયા હતા અને 200 લોકો હજુ પણ ગુમ છે. તે સમયે મચૈલ માતા યાત્રા માટે આવેલા શ્રદ્ધાળુઓ, તેમની બસો અને કેમ્પ તણાઈ ગયા હતા.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.