ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું
34 સેકન્ડમાં તબાહી, 4નાં મોત, 10 સૈનિકો સહિત 50થી વધુ લોકો ગુમ, આર્મી કેમ્પ પણ ધોવાયો
ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું
ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું
ઉત્તરકાશી: મંગળવારે બપોરે 1.45 વાગ્યે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલા ધરાલી ગામમાં વાદળ ફાટવાની ઘટનાએ ભારે વિનાશ સર્જ્યો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલો છે. ખીર ગંગા નદીમાં પહાડો પરથી ધસી આવેલા કાટમાળ અને કાદવના પ્રવાહે ધરાલી ગામના બજાર, મકાનો અને હોટલોને ધોઈ નાખ્યા છે. માત્ર 34 સેકન્ડના સમયગાળામાં આખું ગામ તબાહ થઈ ગયું હતું.
હર્ષિલ અને સુક્કીમાં પણ નુકસાન:
ધરાલી ઉપરાંત નજીકના હર્ષિલ અને સુક્કીમાં પણ વાદળ ફાટવાની ઘટનાઓ બની છે. હર્ષિલ વિસ્તારમાં થયેલી દુર્ઘટનામાં 8થી 10 સૈન્ય જવાનો ગુમ થયા હોવાના અહેવાલો છે. વહીવટીતંત્રએ આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક વધી શકે છે.
બચાવ કાર્ય પૂરજોશમાં:
દુર્ઘટનાની જાણ થતાં જ SDRF, NDRF, ITBP અને સેનાની ટીમો બચાવ અને રાહત કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અત્યાર સુધીમાં 130થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાન બચાવ કામગીરીમાં અવરોધ ઊભો કરી રહ્યું છે.
ભૂસ્તરશાસ્ત્રીઓની ચેતવણીને અવગણવામાં આવી:
આ પ્રથમ ઘટના નથી જ્યારે ધરાલી ગામમાં આવી કુદરતી આફત આવી હોય. છેલ્લા 10 વર્ષમાં આ ત્રીજી વખત બન્યું છે કે આ ગામ પૂર અને કાટમાળના કારણે ધોવાઈ ગયું હોય. અગાઉ 1864, 2013 અને 2014માં પણ અહીં વાદળ ફાટવાની ઘટનાઓ બની હતી.
વરિષ્ઠ ભૂસ્તરશાસ્ત્રી પ્રો. એસ.પી. સતીએ જણાવ્યું હતું કે, ધરાલી 'ટ્રાન્સ હિમાલય'ના સંવેદનશીલ ક્ષેત્રમાં આવેલું છે અને તે ભૂકંપ માટે પણ ખૂબ જ સંવેદનશીલ છે. વારંવારની આફતો બાદ ભૂસ્તરશાસ્ત્રીઓએ રાજ્ય સરકારને ગામને અન્યત્ર ખસેડવાની સલાહ આપી હતી, પરંતુ આ સલાહને અવગણવામાં આવી હતી.
1500 વર્ષ જૂનું મંદિર દટાયું:
આ દુર્ઘટનામાં ગામમાં આવેલું 1500 વર્ષ જૂનું કલ્પ કેદાર મહાદેવ મંદિર પણ સંપૂર્ણપણે કાટમાળમાં દટાઈ ગયું છે. ભાગીરથી નદીના કિનારે આવેલું આ પ્રાચીન મંદિર સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર હતું.
ધરાલી, જે ગંગોત્રી ધામથી માત્ર 18 કિમી દૂર આવેલું છે, તે યાત્રાળુઓ માટે એક મુખ્ય પડાવ હતું. અહીં યાત્રાળુઓને રહેવા અને જમવાની સુવિધા મળતી હતી, જેના કારણે આપત્તિ સમયે મોટી સંખ્યામાં લોકો હાજર હોવાની શક્યતા છે. આ દુર્ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં લોકો જીવ બચાવવા માટે આમતેમ દોડતા જોવા મળે છે. વહીવટીતંત્ર હાલમાં નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.