ચંદ્રબાબુ નાયડુએ રૂપિયા 500ની નોટ બંધ કરવા કરી માંગ
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે રૂપિયા 500ની નોટ બંધ કરવાની માંગણી કરી છે.

ચંદ્રબાબુ નાયડુ

ચંદ્રબાબુ નાયડુ
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ભ્રષ્ટાચારનો અંત લાવવા માટે ચલણી નોટ સંબંધિત બહુચર્ચિત અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, "ભ્રષ્ટાચાર નાબૂદ કરવો છે તો બધી મોટી ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ફક્ત રૂપિયા 100 અને 200થી ઓછી કિંમતની નોટો ચલણમાં રહેવી જોઈએ. રૂપિયા 500ની નોટની પણ જરૂર નથી."
ફ્રીબીઝ કલ્ચર
નાયડુએ મફત યોજનાઓ અંગે કહ્યું કે, “ફ્રીબીઝ શબ્દ યોગ્ય નથી. એન.ટી. રામારાવે કલ્યાણકારી યોજનાઓની શરૂઆત કરી હતી. આજે સંપત્તિ વધી રહી છે, પરંતુ ગરીબ-અમીર વચ્ચેનું અંતર પણ વધી રહ્યું છે. કલ્યાણકારી યોજનાઓ સાર્થક હોવી જોઈએ.”
વસ્તી ગણતરી અંગે નાયડુનો ટેકો
નાયડુએ જાતિ, કૌશલ્ય અને આર્થિક વસ્તી ગણતરીને સમર્થન આપતાં કહ્યું કે, દરેક નાગરિક માટે આ મહત્વપૂર્ણ છે. “ડેટા એ નવી શક્તિ છે, જેના આધાર પર સરકારી નીતિ વધુ અસરકારક બને છે.”
હિન્દી ભાષા અંગે અભિપ્રાય
તેમણે જણાવ્યું કે, “માતૃભાષાનું સ્થાન અતૂટ છે, પણ હિન્દી શીખવામાં શું ખોટું છે? રાષ્ટ્રીય સ્તરે એકસાથે વાતચીત કરવા માટે હિન્દીનું જ્ઞાન હોવું જરૂરી છે.”
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.