કેન્દ્રીય કર્મચારીઓની સરકારને ખુલ્લી ચીમકી
કેન્દ્રીય કર્મચારી સંગઠનોએ 12 ફેબ્રુઆરી 2026ના રોજ એક દિવસની પ્રતીક હડતાળની જાહેરાત કરી

નવી પેન્શન સિસ્ટમ

નવી પેન્શન સિસ્ટમ
નાણાકીય વર્ષ 2026-27 માં પગાર અને પેન્શન વધારાના અમલીકરણની આશા વચ્ચે 8માં પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની અગ્રણી સંસ્થા 'કોન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્નમેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ' એ કેબિનેટ સેક્રેટરીને નોટિસ પાઠવીને ચીમકી આપી છે કે, જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો 12 ફેબ્રુઆરી 2026 ના રોજ દેશભરના કર્મચારીઓ એક દિવસની હડતાળ પર ઉતરશે.
સકારાત્મક નિર્ણય નહીં લેવાય તો આંદોલન ઉગ્ર બનશે
કર્મચારી સંગઠનોની મુખ્ય ફરિયાદ એ છે કે, સરકારે હજુ સુધી વેતન અને પેન્શન સુધારાની પ્રક્રિયામાં ગતિ બતાવી નથી, જેના કારણે લાખો કર્મચારીઓના આર્થિક હિતો જોખમાઈ રહ્યા છે. હડતાળના પત્રમાં CCGEWના સેક્રેટરી જનરલ એસ.બી. યાદવે સ્પષ્ટ કર્યું છે કે, જો 8માં પગાર પંચના સંદર્ભમાં સકારાત્મક નિર્ણય નહીં લેવાય તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે. કર્મચારી સંગઠનોએ સરકાર સમક્ષ અનેક મહત્વની માંગણીઓ રજૂ કરી છે, જે આગામી બજેટ પૂર્વે ચર્ચાનું કેન્દ્ર બની છે. મુખ્ય માંગણીઓમાં 1 જાન્યુઆરી 2026 થી 50% મોંઘવારી ભથ્થું (DA) મૂળ પગારમાં મર્જ કરવા અને 20% વચગાળાની રાહત આપવાનો સમાવેશ થાય છે.
નિવૃત્ત કર્મચારીઓ વચ્ચે પેન્શનમાં ભેદભાવ ન હોવો જોઈએ
આ ઉપરાંત, કર્મચારીઓ નવી પેન્શન સિસ્ટમ (NPS) અને યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) નો વિરોધ કરી રહ્યા છે અને તમામ કેન્દ્રીય કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના (OPS) ફરીથી શરૂ કરવા માટે દબાણ કરી રહ્યા છે. સંગઠનનું કહેવું છે કે, 8માં પગાર પંચના કાર્યક્ષેત્રમાં ફેરફાર કરીને તેમાં જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરીના સૂચનોનો સમાવેશ કરવો અનિવાર્ય છે. સાથે જ, નિવૃત્ત કર્મચારીઓ વચ્ચે પેન્શનમાં કોઈ ભેદભાવ ન હોવો જોઈએ અને કરુણાપૂર્ણ નિમણૂકો પરની 5% ની મર્યાદા હટાવીને મૃત કર્મચારીઓના આશ્રિતોને ન્યાય આપવાની પણ માંગ કરવામાં આવી છે.
હડતાળની અસર સરકારી સેવાઓ પર પડી શકે
જોકે, 8માં પગાર પંચનો સંપૂર્ણ અમલ વર્ષ 2026-27 માં થવો અત્યારે મુશ્કેલ જણાય છે. તકનીકી રીતે જોતા, બજેટના સમય સુધીમાં કમિશનની રચનાને માત્ર 3 મહિના થયા હશે અને સામાન્ય રીતે કમિશનને તેનો વિગતવાર અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવે છે. આ સંજોગોમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ બજેટમાં કર્મચારીઓ માટે વચગાળાની રાહતની જાહેરાત કરે છે કે કેમ, તેના પર સૌની મીટ મંડાયેલી છે. સરકાર માટે પડકાર એ છે કે એક તરફ નાણાકીય શિસ્ત જાળવવાની છે અને બીજી તરફ કર્મચારીઓનો રોષ શાંત કરવાનો છે. જો 12 ફેબ્રુઆરીની હડતાળ થાય છે, તો તેની અસર સરકારી સેવાઓ પર વ્યાપક પ્રમાણમાં પડી શકે છે, કારણ કે 8માં પગાર પંચના અમલમાં વિલંબ હવે કર્મચારીઓ સહન કરવા તૈયાર નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!