પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરીનો 1 એપ્રિલથી પ્રારંભ
વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા તરીકે 'હાઉસલિસ્ટિંગ'ની પ્રક્રિયા 1 એપ્રિલ, 2026થી શરૂ થશે

વસ્તી ગણતરી

વસ્તી ગણતરી
ભારત સરકાર દ્વારા આગામી વસ્તી ગણતરી 2027 માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત પ્રથમ તબક્કો એટલે કે 'હાઉસલિસ્ટિંગ' 1 એપ્રિલ, 2026થી શરૂ થઈને 30 સપ્ટેમ્બર, 2026 સુધી ચાલશે. રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પોતાની અનુકૂળતા મુજબ આ સમયગાળા દરમિયાન 30 દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ કરશે.
2027માં થનારી જનસંખ્યા ગણતરી માટે મજબૂત પાયો
નોંધનીય છે કે, કોવિડ-19 મહામારીને કારણે 2021માં યોજાનારી દશકાની વસ્તી ગણતરી મોકૂફ રાખવામાં આવી હતી, જે હવે આધુનિક ડિજિટલ પદ્ધતિઓ સાથે વસ્તી ગણતરી 2027 તરીકે ઓળખાશે. આ પ્રથમ તબક્કામાં દેશભરના તમામ માળખાં, મકાનો અને પરિવારોની વ્યવસ્થિત યાદી તૈયાર કરવામાં આવશે, જે ફેબ્રુઆરી 2027માં થનારી મુખ્ય જનસંખ્યા ગણતરી માટે મજબૂત પાયો નાખશે.
એન્ડ્રોઈડ અને iOS પર ચાલતી મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ
આ વખતની વસ્તી ગણતરીની સૌથી મોટી વિશેષતા એ છે કે, તેમાં ઈતિહાસમાં પ્રથમવાર નાગરિકોને 'સેલ્ફ-એન્યુમરેશન' એટલે કે પોતાની વિગતો જાતે ઈલેક્ટ્રોનિક રીતે સબમિટ કરવાની સુવિધા આપવામાં આવશે. ઘર-ઘર જઈને કરવામાં આવતી ગણતરીના 15 દિવસ પહેલા આ સેલ્ફ-એન્યુમરેશન પ્રક્રિયા શરૂ થશે. ડેટાની ચોકસાઈ વધારવા માટે આ વખતે પેપરના બદલે આશરે 30 લાખ ગણતરીકારો એન્ડ્રોઈડ અને iOS પ્લેટફોર્મ પર ચાલતી મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરશે.
1931માં બ્રિટિશ શાસન દરમિયાન કરી
વસ્તી ગણતરીના બીજા મહત્વના પાસાની વાત કરીએ તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટ સમિતિએ ગત વર્ષે 30 એપ્રિલે જ્ઞાતિ આધારિત ગણતરીને મંજૂરી આપી દીધી છે. આઝાદી પછી આ પ્રથમ વખત હશે જ્યારે વસ્તી ગણતરીમાં જ્ઞાતિના ડેટા પણ ઈલેક્ટ્રોનિક રીતે નોંધવામાં આવશે, જે અગાઉ છેલ્લે 1931માં બ્રિટિશ શાસન દરમિયાન કરવામાં આવી હતી.
હાઉસલિસ્ટિંગ તબક્કો ડેટા ફ્રેમ તૈયાર
વર્ષ 2011ની છેલ્લી વસ્તી ગણતરી મુજબ ભારતની કુલ વસ્તી 1,210.19 મિલિયન હતી, જેમાં પુરુષો 51.54% અને મહિલાઓ 48.46% હતી, પરંતુ હવે વસ્તી ગણતરી દ્વારા ભારતની બદલાયેલી વસ્તી વિષયક પ્રોફાઈલના સચોટ આંકડા સામે આવશે. ફેબ્રુઆરી 2027માં થનારી મુખ્ય ગણતરી માટે હાઉસલિસ્ટિંગ તબક્કો ડેટા ફ્રેમ તૈયાર કરવામાં મદદરૂપ થશે, જેનો સીધો લાભ ભવિષ્યની સરકારી નીતિઓના નિર્ધારણ અને સંસાધનોની વહેંચણીમાં મળશે.
ડિજિટલ ડેટા વધુ પારદર્શક અને વિશ્વસનીય
આ સમગ્ર પ્રક્રિયા દેશના વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે. વસ્તી ગણતરીના માધ્યમથી પ્રાપ્ત થનાર ડિજિટલ ડેટા વધુ પારદર્શક અને વિશ્વસનીય રહેશે તેવી સરકારને આશા છે. આ ડિજિટલ ક્રાંતિ ભારતના આંકડાકીય ઈતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરશે, જે સામાજિક અને આર્થિક આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.