આંધ્રમાં બસ રાખ: ઓડિશાના ધારાસભ્ય સુરક્ષિત
ભુવનેશ્વરથી મલકાનગીરી જતી લક્ઝરી બસ ખાખ; ધારાસભ્ય મંગુ ખિલા સુરક્ષિત

આંધ્રમાં બસ રાખ

આંધ્રમાં બસ રાખ
આંધ્રપ્રદેશ અને ઓડિશાની સરહદ પાસે ગત મોડી રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં ઓડિશાના કોંગ્રેસના ધારાસભ્ય મંગુ ખિલા સહિત 36 મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
ભુવનેશ્વરથી મલકાનગીરી તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે, ડ્રાઈવરની બહાદુરી અને સમયસૂચકતાને કારણે એક પણ મુસાફરને ઈજા પહોંચી નથી.
ઊંઘમાં હતા મુસાફરો અને ફાટી નીકળી આગ
ધારાસભ્ય મંગુ ખિલાએ આ ભયાનક અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, "જ્યારે આ ઘટના બની ત્યારે હું અને અન્ય તમામ મુસાફરો ગાઢ નિદ્રામાં હતા. અચાનક બસના પાછળના ટાયરમાં આગ લાગી હતી. ડ્રાઈવરને તરત જ આભાસ થઈ ગયો હતો કે સ્થિતિ ગંભીર છે. તેણે તરત જ બસ ઉભી રાખી અને બૂમો પાડીને બધાને જગાડ્યા."
ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું કે, "ડ્રાઈવરની હાજરબુદ્ધિએ અમને નવું જીવન આપ્યું છે. તેણે માત્ર બસ ઉભી જ ન રાખી, પરંતુ તાત્કાલિક બધી બારીઓ ખોલી નાખી જેથી મુસાફરો ઝડપથી બહાર નીકળી શકે. જો ડ્રાઈવરે થોડી પણ સેકન્ડ મોડું કર્યું હોત તો મોટી જાનહાનિ નિશ્ચિત હતી." મુસાફરો નીચે ઉતરે એ પહેલા જ આગે આખી બસને પોતાની લપેટમાં લઈ લીધી હતી.
આંધ્રપ્રદેશના વિઝિયાનગરમ જિલ્લાના રામભદ્રપુરમ નજીક આ દુર્ઘટના બની હતી. સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, આગ વધુ પ્રસરે તે પહેલા તમામ ૩૭ લોકો (ધારાસભ્ય સહિત) સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા.
તપાસના આદેશ
ધારાસભ્ય મંગુ ખિલા ભુવનેશ્વરના રસુલગઢ બસ સ્ટેન્ડથી મલકાનગીરી જવા રવાના થયા હતા. આ ઘટના બાદ મુસાફરો માટે અન્ય વૈકલ્પિક બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. આંધ્રપ્રદેશ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે કે આગ ટાયરના ઘર્ષણને કારણે લાગી હતી કે પછી કોઈ મિકેનિકલ ખામી સર્જાઈ હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ