સાંબામાં BSFની મોટી કાર્યવાહી, સાત પાકિસ્તાની ઘૂસણખોરો ઠાર
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે

સાત પાકિસ્તાની ઘૂસણખોરો ઠાર

સાત પાકિસ્તાની ઘૂસણખોરો ઠાર
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. ભારતમાં પાકિસ્તાન તરફથી થતી ગતિવિધિઓ અને ભારતીય સેનાના મજબૂત જવાબ બાદ દેશની સરહદો પર સુરક્ષા સઘન કરવામાં આવી છે. ગુરુવારે મોડી રાત્રે જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ પાકિસ્તાનથી ઘૂસણખોરી કરી રહેલા સાત આતંકવાદીઓને ઠાર કર્યા છે.
સંરક્ષણ મંત્રીની ત્રણેય સૈન્ય પ્રમુખ અને CDS સાથે બેઠક
ભારતના 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાની સેનાએ ગુરુવારે રાત્રે ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં ઘણા લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. આ ઘટનાક્રમ વચ્ચે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ત્રણેય સૈન્ય પ્રમુખો અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) સાથે બેઠક કરી રહ્યા છે.
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ વચ્ચે, પાકિસ્તાને ગુરુવારે જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સેનાના સ્ટેશનો પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે તમામ પાકિસ્તાની મિસાઈલો અને ડ્રોનને આકાશમાં જ તોડી પાડ્યા હતા. સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી હતી કે આ હુમલામાં ભારતને કોઈ નુકસાન થયું નથી અને દેશ પોતાની સાર્વભૌમત્વ અને લોકોની સુરક્ષા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.