સુરતમાં પેરોલ માટે અપાતા બોગસ મેડિકલ સર્ટિફિકેટ રેકેટનો પર્દાફાશ
ડૉક્ટરના મોબાઈલથી રહસ્ય ખુલ્યા, 10થી વધુ આરોપીઓએ બોગસ સર્ટિફિકેટ પર પેરોલ મેળવ્યા હતા

ડૉક્ટરના મોબાઈલથી રહસ્ય ખુલ્યા

ડૉક્ટરના મોબાઈલથી રહસ્ય ખુલ્યા
બોગસ મેડિકલ સર્ટિફિકેટના રેકેટમાં ડૉ. મહેન્દ્ર લલ્લુભાઈ પટેલ સહિત અન્ય આરોપીઓની સંડોવણી પોલીસ તપાસમાં બહાર આવી છે. આરોપી ડોક્ટરના મોબાઇલની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. માત્ર બે દિવસની તપાસમાં ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું છે કે, જુદા-જુદા કેસના 10 વધુ આરોપીઓને પેરોલ અપાવવા માટે કોર્ટમાં મેડિકલ સર્ટિફિકેટના નામે બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપવામાં આવ્યા છે. આવનાર દિવસોમાં વધુ ખુલાસાઓ થઈ શકે છે.
2020માં ડુમસ રોડ પર ક્રાઇમ બ્રાંચે મોટાપાયે એમ.ડી. ડ્રગ્સની જપ્તી કરી હતી, જેમાં ડ્રગ્સના ઉત્પાદકોથી લઈને પેડલર સુધી કુલ 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ થયેલા આરોપીઓમાં આદિલ સલીમ નુરાનીએ પોતાની માતાના આરોગ્યની સારવાર માટે ગુજરાત હાઇકોર્ટમાં વચગાળા જામીન માટે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું.
આદિલ સલીમ નુરાનીએ ક્રિષ્ના હોસ્પિટલના મેડિકલ સર્ટિફિકેટ અને લેબોરેટરી રિપોર્ટ રજૂ કર્યા હતા. પોલીસ દ્વારા આ સર્ટિફિકેટની ખરાઇ કરતાં તે બોગસ હોવાનું બહાર આવ્યું. આ મુદ્દે ક્રાઇમ બ્રાંચે ડૉ. મહેન્દ્ર લલ્લુભાઈ પટેલ (ઉમર 67), ક્રિષ્ના હોસ્પિટલના સંચાલક શોભીતસિંહ મહિપાલસિંહ ઠાકુર, ડૉ. રસેષ વિઠ્ઠલદાસ ગુજારા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી.
આ કેસમાં, ડૉ. મહેન્દ્ર લલ્લુભાઈ પટેલે બોગસ મેડિકલ સર્ટિફિકેટ અને લેબોરેટરી રિપોર્ટ બનાવવા માટે સહકાર આપ્યો હોવાનો ખુલાસો થયો છે. ધરપકડ દરમિયાન પોલીસે બીજા ઘણા બોગસ મેડિકલ રિપોર્ટ બનાવવાની શંકા વ્યક્ત કરી છે, અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
આ કેસમાં એક મોટું ગઠજોડ સામે આવ્યું છે, જેમાં ડોક્ટરો, લેબ ટેક્નિશિયન અને હોસ્પિટલ સંચાલકોની સંડોવણી રહેલી છે. બોગસ ડિગ્રી અને લેબોરેટરી રિપોર્ટના આધારે જામીન મેળવવા માટે મેડિકલ સર્ટિફિકેટ બનાવવામાં આવતાં હતાં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ