Chhattisgarh : સુકમામાં લોહિયાળ અથડામણ, 8 નક્સલી ઠાર, 5 વીર જવાન શહીદ
અથડામણ તેલંગાણા, છત્તીસગઢ અને મહારાષ્ટ્રની સરહદોના સંગમ પર આવેલા કર્રિગુટ્ટા પહાડી વિસ્તારમાં થઈ હતી...

નક્સલ ગઢમાં સુરક્ષા દળોનું જોરદાર પ્રહાર...

નક્સલ ગઢમાં સુરક્ષા દળોનું જોરદાર પ્રહાર...
છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ ઓપરેશનમાં સુરક્ષાદળોએ બે ડિવિઝનલ કમિટી (DVC)ના ટોચના સભ્ય સહિત 8 નક્સલવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. જો કે, આ અથડામણમાં તેલંગાણાની 'ગ્રીન ફાઇટર' ટીમના 5 બહાદુર જવાનોએ પણ દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા.
આ અથડામણ તેલંગાણા, છત્તીસગઢ અને મહારાષ્ટ્રની સરહદોના સંગમ પર આવેલા કર્રિગુટ્ટા પહાડી વિસ્તારમાં થઈ હતી. આ ઓપરેશનમાં સુકમા પોલીસ અને અન્ય સુરક્ષા દળો સામેલ હતા. ગુપ્ત માહિતીના આધારે શરૂ કરવામાં આવેલા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ નક્સલવાદીઓના ગઢમાં તેમની ગતિવિધિઓને કચડી નાખવાનો હતો. કર્રિગુટ્ટા પહાડી વિસ્તાર લાંબા સમયથી નક્સલવાદીઓનું મજબૂત આશ્રયસ્થાન માનવામાં આવે છે, જ્યાં તેઓ પોતાની નાપાક પ્રવૃત્તિઓ ચલાવતા હતા.
ઓપરેશનમાં નક્સલીઓને ભારે નુકસાન...
અથડામણ દરમિયાન બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો, જેમાં સુરક્ષાદળોએ નક્સલવાદીઓને ચારે બાજુથી ઘેરી લીધા હતા. આ ઓપરેશનમાં નક્સલવાદીઓને મોટું નુકસાન થયું છે. માર્યા ગયેલા DVC સભ્યો સંગઠન માટે મહત્વપૂર્ણ વ્યૂહરચનાકાર હતા.
5 જવાનો થયા શહીદ...
આ અથડામણમાં તેલંગાણાની 'ગ્રીન ફાઇટર' ટીમના 5 જાંબાઝ જવાનોએ પોતાની શહાદત વહોરી લીધી છે. 'ગ્રીન ફાઇટર' ટીમ નક્સલ વિરોધી અભિયાનોમાં પોતાની અપ્રતિમ વીરતા માટે જાણીતી છે. સુકમા પોલીસે આ વિસ્તારમાં પરિસ્થિતિને નિયંત્રણમાં ગણાવી છે અને હાલમાં ત્યાં શાંતિ પ્રવર્તી રહી છે.
અગાઉ 22 થી વધુ નક્સલીઓનો ખાતમો બોલાવાયો હતો...
આ પહેલા, 7 મેના રોજ છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર બીજાપુર જિલ્લાના કર્રિગુટ્ટા પહાડીઓના જંગલોમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ ઓપરેશનમાં સુરક્ષાદળોએ 22 થી વધુ નક્સલવાદીઓને ઠાર માર્યા હતા. આ કાર્યવાહી 'ઓપરેશન સંકલ્પ' હેઠળ કરવામાં આવી હતી, જે 21 એપ્રિલથી શરૂ થયું છે અને નક્સલવાદીઓ સામે અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન માનવામાં આવે છે.
ડ્રોનની મદદથી થઈ પુષ્ટિ...
આ ઓપરેશનમાં જિલ્લા રિઝર્વ ગાર્ડ (DRG), બસ્તર ફાઇટર્સ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને કોબ્રા યુનિટના જવાનો સહિત લગભગ 24,000 સુરક્ષાકર્મીઓ સામેલ હતા. આ અથડામણ દરમિયાન ડ્રોનની મદદથી નક્સલવાદીઓની હાજરીની ચોક્કસ માહિતી મળી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.