શંકરાચાર્ય પદ પર પ્રયાગરાજમાં મોટો વિવાદ
વહીવટીતંત્રની નોટિસને અવિમુક્તેશ્વરાનંદે ગણાવી ગેરબંધારણીય; માનહાનિની આપી ચીમકી

મૌની અમાવસ્યા પર થયેલું ઘર્ષણ

મૌની અમાવસ્યા પર થયેલું ઘર્ષણ
પ્રયાગરાજમાં યોજાઈ રહેલા માઘ મેળા દરમિયાન મૌની અમાવસ્યાના પવિત્ર સ્નાન પ્રસંગે શરૂ થયેલો વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. વહીવટીતંત્ર અને સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વચ્ચેના આ ઘર્ષણે હવે ધાર્મિક અને કાયદાકીય વળાંક લીધો છે, જેમાં શંકરાચાર્ય પદની ગરિમા અને અધિકારો પર સવાલો ઉભા થયા છે.
વિવાદની શરૂઆત રવિવારે મૌની અમાવસ્યાના દિવસે થઈ હતી. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ જ્યારે પરંપરાગત રીતે પાલખીમાં બિરાજમાન થઈને ગંગા સ્નાન માટે જઈ રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને અધવચ્ચે અટકાવ્યા હતા. પોલીસે સુરક્ષા અને નિયમોનું કારણ આપી તેમને પાલખી છોડી પગપાળા જવા તાકીદ કરી હતી. આ બાબતે શિષ્યો અને પોલીસ વચ્ચે ભારે ઝપાઝપી થઈ હતી, જેમાં કેટલાક શિષ્યોને ઈજાઓ પહોંચી હોવાના આક્ષેપો થયા છે. આ અપમાનના વિરોધમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પોતાના શિબિરની બહાર જ ધરણા પર બેસી ગયા હતા.
પ્રશાસનનો વળતો પ્રહાર: શંકરાચાર્ય પદ પર સવાલસોમવારે મોડી રાત્રે અને મંગળવારે સવારે મેળા પ્રશાસન દ્વારા એક વિવાદાસ્પદ નોટિસ જારી કરવામાં આવી. આ નોટિસમાં ૧૪ ઓક્ટોબર, ૨૦૨૨ના સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લેખ કરીને પૂછવામાં આવ્યું હતું કે, અવિમુક્તેશ્વરાનંદે પોતાને શંકરાચાર્ય કેવી રીતે જાહેર કર્યા? જ્યારે વહીવટીતંત્રના પ્રતિનિધિઓ આ નોટિસ આપવા પહોંચ્યા ત્યારે રાત્રિના સમયે શિષ્યોએ તેનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો, અંતે વહીવટીતંત્રે શિબિરના મુખ્ય દરવાજા પર નોટિસ ચોંટાડી દીધી હતી.
અવિમુક્તેશ્વરાનંદનો આકરો જવાબ: ૮ પાનાનો ઇમેઇલનોટિસના જવાબમાં અવિમુક્તેશ્વરાનંદે ૮ પાનાનો વિસ્તૃત પત્ર ઇમેઇલ મારફતે મોકલ્યો છે. તેમણે પ્રશાસનની કાર્યવાહીને મનસ્વી, દ્વેષપૂર્ણ અને ગેરબંધારણીય ગણાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સુપ્રીમ કોર્ટે તેમને શંકરાચાર્ય પદના કાર્યો કરતા અટકાવ્યા નથી. આ મામલો ન્યાયિક છે અને પ્રશાસન જેવા તૃતીય પક્ષને તેમાં હસ્તક્ષેપ કરવાનો કે શિષ્ટાચાર પર પ્રતિબંધ લાદવાનો કોઈ અધિકાર નથી. તેમણે ચેતવણી આપી છે કે જો વહીવટીતંત્ર આ નોટિસ પાછી નહીં ખેંચે, તો તેઓ માનહાનિનો દાવો માંડશે.
ધાર્મિક જગતમાં બે ભાગલા: સમર્થન અને વિરોધઆ વિવાદમાં ધાર્મિક ગુરુઓ પણ સામસામે આવી ગયા છે. દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ મહારાજે અવિમુક્તેશ્વરાનંદનું સમર્થન કરતા સરકારના 'ઘમંડ'ની ટીકા કરી છે. તેમણે કહ્યું કે પોલીસ દ્વારા બ્રાહ્મણો સાથે કરવામાં આવેલી ગેરવર્તણૂક ગૌહત્યા સમાન પાપ છે.
બીજી તરફ, જગદગુરુ રામભદ્રાચાર્યએ વહીવટીતંત્રના પગલાને યોગ્ય ઠેરવ્યું છે. તેમણે કહ્યું કે પાલખીમાં જઈને જ સ્નાન કરવાનો કોઈ શાસ્ત્રોક્ત નિયમ નથી. તેમણે પ્રશાસનની નોટિસને યોગ્ય ગણાવતા કહ્યું કે પદની સત્યતા સાબિત થવી જરૂરી છે.
વિવાદનું મૂળ: જ્યોતિર્પીઠનું ઉત્તરાધિકારઉલ્લેખનીય છે કે જ્યોતિર્પીઠના શંકરાચાર્ય પદ માટે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને સ્વામી વાસુદેવાનંદ વચ્ચે લાંબા સમયથી કાયદાકીય લડાઈ ચાલી રહી છે. સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના નિધન બાદ આ વિવાદ વધુ વકર્યો છે. પ્રયાગરાજનો આ તાજેતરનો બનાવ માત્ર સ્નાન પૂરતો સીમિત ન રહેતા હવે ધાર્મિક પરંપરા અને વહીવટી અધિકારો વચ્ચેના જંગમાં ફેરવાઈ ગયો છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.