સટ્ટાબાજીનો ખેલ ખતમ? 300 લિંક્સ બ્લોક!
ઈ-સ્પોર્ટ્સને પ્રોત્સાહન અને RMG ગેમ્સ પર પ્રતિબંધ; સરકારનો મોટો નિર્ણય

સટ્ટાબાજીની 300 લિંક્સ બ્લોક!

સટ્ટાબાજીની 300 લિંક્સ બ્લોક!
ભારત સરકારે ઓનલાઇન સટ્ટાબાજી, કેસિનો અને ગેરકાયદેસર ગેમ્બલિંગ એપ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી તેજ કરી છે. શુક્રવારે કેન્દ્ર સરકાર દ્વારા વધુ 300 વેબસાઇટ્સ અને એપ્સની લિંક્સ બ્લોક કરવામાં આવી છે.
આ નવીનતમ કાર્યવાહી સાથે, અત્યાર સુધીમાં બ્લોક કરાયેલી આવી વેબસાઇટ્સની કુલ સંખ્યા 8,400 પર પહોંચી ગઈ છે. જેમાંથી અંદાજે 4,900 વેબસાઇટ્સ તો નવા 'ઓનલાઇન ગેમિંગ એક્ટ'ના અમલ બાદ જ બ્લોક કરવામાં આવી છે.
શું છે નવો PROG એક્ટ, 2025?
સરકારે 22 ઓગસ્ટ, 2025ના રોજ 'પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઇન ગેમિંગ એક્ટ' (PROG Act) પસાર કર્યો હતો, જે 1 ઓક્ટોબરથી અમલી બન્યો છે. આ કાયદા હેઠળ:
રિયલ મની ગેમિંગ (RMG) પર પ્રતિબંધ: જેમાં નાણાકીય દાવ લગાવવામાં આવતા હોય તેવી તમામ ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ડિજિટલ ઓથોરિટીની રચના: 'ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી ઓફ ઈન્ડિયા' પાસે સિવિલ કોર્ટ જેવી સત્તા છે, જે કઈ ગેમ કાયદેસર છે તે નક્કી કરે છે.
ઈ-સ્પોર્ટ્સને પ્રોત્સાહન: સરકાર માત્ર મનોરંજન, શિક્ષણ અને કૌશલ્ય આધારિત ઈ-સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમ્સને જ મંજૂરી આપશે.
દંડ અને જેલની કડક જોગવાઈ
નવા કાયદા હેઠળ ઉલ્લંઘન કરનાર ઓપરેટરો અને તેની જાહેરાત કરનારાઓ માટે ભારે દંડ નક્કી કરાયો છે:
ગેરકાયદેસર સટ્ટાબાજીની ગેમ્સ ઓફર કરવા બદલ 3 વર્ષની જેલ અને ₹1 કરોડનો દંડ, ફરીથી ગુનો કરવા બદલ 5 વર્ષ સુધીની જેલ અને ₹2 કરોડનો દંડ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ આર્થિક ગુનાઓ માટે 7 વર્ષ સુધીની જેલની પણ જોગવાઈ છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે માત્ર એપ બનાવનારા જ નહીં, પણ તેની જાહેરાત કે પ્રમોશન કરનારાઓને પણ 2 વર્ષની જેલ અને ₹50 લાખ સુધીનો દંડ થઈ શકે છે. સટ્ટાબાજીની લિંક્સમાં ઘણી લોકપ્રિય 'સટ્ટા' અને 'માટકા' નેટવર્ક્સ તેમજ ઓફશોર કેસિનો પ્લેટફોર્મ્સનો સમાવેશ થાય છે.
નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આવા કોઈ પણ શંકાસ્પદ પ્લેટફોર્મની જાણ હેલ્પલાઇન નંબર 1930 પર કરે. સરકારનો ઉદ્દેશ્ય ડિજિટલ પ્લેટફોર્મ પરથી નાણાકીય છેતરપિંડી રોકવાનો અને સુરક્ષિત ડિજિટલ વાતાવરણ પૂરું પાડવાનો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ