બેંક રજા એલર્ટ: 23 જાન્યુઆરીથી 5 દિવસ બેંકોમાં રજા
શનિ-રવિ અને સંભવિત હડતાળને કારણે 23થી 27 જાન્યુઆરી દરમિયાન બેંકિંગ કામગીરી પર મોટી અસર પડી

બેંક રજા

બેંક રજા
જો તમે આવતીકાલે એટલે કે શુક્રવાર, 23 જાન્યુઆરી 2026ના રોજ બેંકની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમારે આ બેંક રજા વિશે જાણી લેવું ખૂબ જ જરૂરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સત્તાવાર કેલેન્ડર મુજબ, આવતીકાલે દેશના અમુક ચોક્કસ રાજ્યોમાં બેંકો બંધ રહેવાની છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ત્રિપુરામાં નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિ, વસંત પંચમી અને વીર સુરેન્દ્રસાઈ જયંતિ જેવા તહેવારો હોવાથી ત્યાં રજા જાહેર કરવામાં આવી છે. જોકે, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં શુક્રવારે બેંકો ચાલુ રહેશે, પરંતુ ત્યારબાદના દિવસોમાં સમગ્ર દેશમાં બેંકિંગ કામગીરીને મોટી અસર થવાની શક્યતા છે.
સતત બેંકમાં રજાનો માહોલ
જાન્યુઆરી મહિનાનું આ છેલ્લું અઠવાડિયું બેંકિંગ વ્યવહારો માટે પડકારજનક સાબિત થઈ શકે છે કારણ કે સતત બેંક રજાનો માહોલ જોવા મળી રહ્યો છે. 23 જાન્યુઆરીએ અમુક રાજ્યોમાં રજા બાદ, 24 જાન્યુઆરીએ મહિનાનો ચોથો શનિવાર હોવાથી સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે. ત્યારબાદ 25 જાન્યુઆરીએ રવિવારની સાપ્તાહિક રજા છે અને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ હોવાથી રાષ્ટ્રીય રજા રહેશે.
ઓનલાઈન બેંકિંગ સેવાઓ કાર્યરત
સૌથી મહત્વની વાત એ છે કે, 27 જાન્યુઆરીએ બેંક યુનિયનો દ્વારા હડતાળની દરખાસ્ત મૂકવામાં આવી છે, જેનો અર્થ છે કે, જો હડતાળ સફળ રહેશે તો બેંકો સતત 5 દિવસ સુધી બંધ રહી શકે છે. આ લાંબી બેંક રજાને કારણે રોકડ વ્યવહાર અને અન્ય કામગીરી માટે ગ્રાહકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. લાંબી બેંક રજા દરમિયાન ગ્રાહકોને કોઈ મોટી તકલીફ ન પડે તે માટે ઓનલાઈન બેંકિંગ સેવાઓ કાર્યરત રહેશે.
28 જાન્યુઆરીએ જ રાબેતા મુજબ બન્કો ખુલશે
તમે નેટ બેંકિંગ, મોબાઈલ એપ અને UPI દ્વારા ફંડ ટ્રાન્સફર કે બિલ પેમેન્ટ કરી શકશો. આ ઉપરાંત, ATM સેવાઓ પણ ચાલુ રહેશે, જોકે સતત રજાઓને કારણે કેશની અછત સર્જાઈ શકે છે. તેથી, કોઈપણ નાણાકીય કટોકટી ટાળવા માટે તમારી બેંકિંગ જરૂરિયાતો અગાઉથી જ પૂરી કરી લેવી હિતાવહ છે. આ બેંક રજાની અસર ચેક ક્લિયરન્સ અને લોન પ્રક્રિયા પર પણ જોવા મળી શકે છે, કારણ કે શાખાઓ સીધી 28 જાન્યુઆરીએ જ રાબેતા મુજબ ખુલશે તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ