શંકરાચાર્ય સામે FIR કરનાર આશુતોષ પર ટ્રેનમાં હુમલો
ધારદાર હથિયારથી હુમલો, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા; હુમલાખોર સામે તપાસ તેજ

આશુતોષ પર ટ્રેનમાં હુમલો

આશુતોષ પર ટ્રેનમાં હુમલો
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પર શિષ્યોના યૌન ઉત્પીડનનો ગંભીર આરોપ લગાવી FIR નોંધાવનાર આશુતોષ મહારાજ પર રવિવારે વહેલી સવારે રીવા એક્સપ્રેસ ટ્રેનમાં જીવલેણ હુમલો થયો છે.
હુમલાખોરે આશુતોષ મહારાજનું નાક કાપવાનો પ્રયાસ કર્યો હતો અને ચહેરા તથા હાથ પર અનેક વાર કર્યા હતા. લોહીલુહાણ હાલતમાં તેમણે ટ્રેનના ટોયલેટમાં ભરાઈ જઈને પોતાનો જીવ બચાવ્યો હતો.
આશુતોષ મહારાજે જણાવ્યું કે તેઓ ગાઝિયાબાદથી પ્રયાગરાજ જઈ રહ્યા હતા. જ્યારે ટ્રેન સિરાથુ રેલવે સ્ટેશન પાસે હતી ત્યારે સવારે 5 વાગ્યાની આસપાસ એક અજ્ઞાત હુમલાખોરે ફર્સ્ટ AC કોચમાં તેમના પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલાખોરે તેમના ચહેરાને નિશાન બનાવ્યો હતો. હુમલા બાદ આશુતોષ મહારાજે ટોયલેટમાં બંધ થઈને GRPને ફોન કર્યો હતો.
શંકરાચાર્ય પર ગંભીર આરોપ
આશુતોષ મહારાજે સીધો આક્ષેપ કર્યો છે કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્યોએ આ હુમલો કરાવ્યો છે. તેમણે કહ્યું કે, "હું કોર્ટમાં પુરાવા રજૂ ન કરી શકું તે માટે મારો જીવ લેવાનો પ્રયાસ થયો છે. તેમને ખબર છે કે પુરાવા સામે આવ્યા બાદ તેમને જામીન નહીં મળે."
હાલમાં તેમને પ્રયાગરાજની કોલ્વિન હોસ્પિટલમાં એક્સ-રે અને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર પણ ચિંતાજનક છે.
શંકરાચાર્યનો વળતો જવાબ
બીજી તરફ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે આ બધું સુરક્ષા મેળવવા અને મીડિયા એટેન્શન માટે કરવામાં આવતો દેખાવો છે.
ટ્રેન એટેન્ડન્ટના હવાલે તેમણે સવાલ ઉઠાવ્યો કે બાથરૂમ ગયા ત્યાં સુધી તેઓ ઠીક હતા, તો બહાર આવ્યા પછી આવું કેવી રીતે થયું? તેમણે આને યાત્રા પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ગણાવ્યો છે.
આ ઘટનામાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે 'ડો. સ્વાતિ અઘોરી' નામના ફેસબુક એકાઉન્ટ પરથી આ હુમલાની જવાબદારી લેવામાં આવી. પોસ્ટમાં લખ્યું હતું કે, "કહ્યું હતું ને અમારા લોકોના હાથે ન ચઢતા." પોલીસ હવે આ એકાઉન્ટ અને તેની પાછળ રહેલી વ્યક્તિની તપાસ કરી રહી છે. GRP એ આ મામલે FIR નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ