અમદાવાદમાં અસામાજિક તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમા ખંડિત કરી
લોકોના ટોળેટોળા ઉમટ્યા

ડૉ.આંબેડકરની પ્રતિમા ખંડિત કરી

ડૉ.આંબેડકરની પ્રતિમા ખંડિત કરી
કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા સંસદમાં ડો.બાબા સાહેબ આંબેડકરને લઈને આપવામાં આવેલા નિવેદનને લઈને ચાલતા વિરોધ વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થઇ છે. ખોખરામાં કે.કા શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાના નાકને અસામાજિક તત્વોએ તોડી નાખતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. વહેલી સવારે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા ખોખરા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
આ ઘટના બનતા ચાલીના રહીશો બહાર રોડ ઉપર ધરણા પર બેસી ગયા છે. હાલમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યાં છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તો અમરાઇવાડીના કોંગ્રેસના કોર્પોરેટરે પણ ઘટનાસ્થળે પહોંચીને આવા અસામાજિક તત્વોની તાત્કાલિક ધરપકડ કરી તેમનો વરઘોડો કાઢવા માગ કરી છે.
સ્થાનિકો કહી રહ્યા છે કે, જ્યાં સુધી બાબાસાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર આરોપીની ધરપકડ નહીં થાય ત્યા સુધી રસ્તા પરથી નહીં હટીએ. હાલમાં પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ