અમરનાથ યાત્રા 2025: 'ઝીરો-વેસ્ટ' અભિયાન સફળ
આ વર્ષની અમરનાથ યાત્રાને 'ઝીરો-વેસ્ટ' અને સ્વચ્છતાની મિસાલ બનાવવામાં આવી હતી
અમરનાથ યાત્રા 2025
અમરનાથ યાત્રા 2025
આ વર્ષની અમરનાથ યાત્રા માત્ર શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક જ નહિ, પરંતુ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણની એક પ્રેરણાદાયક મિસાલ પણ બની છે. લગભગ 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ 3,880 મીટરની ઊંચાઈ પર સ્થિત પવિત્ર ગુફાના દર્શન કર્યા. આ દરમિયાન, અમરનાથ શ્રાઈન બોર્ડ અને સરકારે વૈજ્ઞાનિક કચરા વ્યવસ્થાપન અને પ્લાસ્ટિક-મુક્ત યાત્રા સુનિશ્ચિત કરી, જેનાથી આ યાત્રા સંપૂર્ણપણે 'ઝીરો-લેન્ડફિલ' અને પર્યાવરણ-અનુકૂળ બની.
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, અમરનાથ યાત્રા દરમિયાન દરરોજ લગભગ 11.67 મેટ્રિક ટન કચરો ઉત્પન્ન થયો હતો, જેમાંથી 3.67 MT સૂકો અને 7.83 MT ભીનો કચરો હતો. સ્વચ્છતાની તૈયારીઓના ભાગરૂપે 100 ટકા કચરાનું વૈજ્ઞાનિક પ્રક્રિયાકરણ કરવામાં આવ્યું.
ભીના કચરાને ઓર્ગેનિક કમ્પોસ્ટરમાં ખાતરમાં ફેરવવામાં આવ્યો, જ્યારે સૂકા કચરાને રિસાયક્લિંગ માટે મોકલવામાં આવ્યો હતો. આ માટે 1,016 ડસ્ટબીન સ્ટેશનો, 65 કચરા સંગ્રહ વાહનો અને 1,300 સફાઈ મિત્રો તૈનાત કરવામાં આવ્યા હતા. યાત્રા માર્ગ પર 1,600થી વધુ મોબાઈલ શૌચાલયોની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ગંદા પાણીને પણ 100 ટકા ટ્રીટ કરવામાં આવ્યું હતું.
આ સાથે, સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને શ્રદ્ધાળુઓને જ્યુટ તથા કપડાની બેગનું વિતરણ કરવામાં આવી હતી. જનજાગૃતિ માટે નુક્કડ નાટક, સાઈનબોર્ડ, સોશિયલ મીડિયા અને 'ગ્રીન પ્લેજ' જેવા અભિયાનો ચલાવવામાં આવ્યા હતા, જેમાં 70,000થી વધુ શ્રદ્ધાળુઓએ પર્યાવરણ-અનુકૂળ આચરણના શપથ લીધા હતા.
અમરનાથ યાત્રા સ્વચ્છ ભારત મિશનના ઉદ્દેશ્યોને ધર્મ સાથે જોડીને એક મિસાલ બની છે. જોકે, આ સફળતાની સામે અમરનાથ બરફાની લંગર્સ ઓર્ગેનાઈઝેશન એ યાત્રાને તેના નિર્ધારિત શ્રાવણ પૂર્ણિમાના અંતિમ દિવસ કરતા 10થી 11 દિવસ વહેલી બંધ કરવાના “મનસ્વી અને અચાનક” નિર્ણયની સખત ટીકા કરી છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.