

કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આખરે આપી દીધું રાજીનામું
અમદાવાદના ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ફસાયેલા 400 જેટલાં લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન
મચ્છુ- ડેમ 100 ટકા ભરાતાં 4 દરવાજા 7 ફૂટ ખોલાયા
કચ્છના અદાણી મુન્દ્રા પોર્ટે સોયાબીન ઓઈલ હેન્ડલિંગમાં ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી
કચ્છમાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું
અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદથી હાઈવે પાણીમાં ગરકાવ
સુરતમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ, 21 મુસાફરોનો આબાદ બચાવ
ઉમરગામમાં 45 ઈંચ વરસાદે સર્જી તારાજી
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય, 4 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આખરે આપી દીધું રાજીનામું,NEET પેપર લીક બાદ થયેલા આંદોલનના પગલે આપ્યું રાજીનામું.રાજધાની દિલ્હીના જંતર મંતર ખાતે વિવિધ વિદ્યાર્થી સંગઠનો અને વિપક્ષી પક્ષો દ્વારા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ઉગ્ર પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદના ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં વરસાદી પાણી ભરાતા ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં આશરે 400 લોકોને સુરક્ષિત રીતે બહાર ખસેડવામાં આવ્યા છે. જોકે, હજુ પણ અંદાજે 900 જેટલા લોકો એસ્ટેટમાં ફસાયેલા હોવાનું સામે આવ્યું છે. પાણી ભરાવને કારણે લોકોએ બહાર નીકળવા માટે તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. બીજી તરફ, કેટલીક કંપનીઓમાં રહેવા-જમવાની પૂરતી વ્યવસ્થા હોવાથી કેટલાક લોકો હાલ એસ્ટેટની બહાર આવવા તૈયાર નથી.
મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ ઓવરફ્લો થતાં 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલાયા ડેમમાંથી હાલ 18,578 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે મોરબી શહેર સહિત મોરબી અને માળિયા તાલુકાના કુલ 29 ગામોને એલર્ટ જાહેર કરાયા.
કચ્છના અદાણી મુન્દ્રા પોર્ટે સોયાબીન ઓઈલ હેન્ડલિંગમાં ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી MT BANGUS પરથી 66,800 મેટ્રિક ટન ડિગમ્ડ સોયાબીન ઓઈલનું સફળ ડિસ્ચાર્જિંગ કરવામાં આવ્યું ભારતીય બંદરોમાં એક જ જહાજ દ્વારા હેન્ડલ કરાયેલ ખાદ્યતેલનો આ સૌથી મોટો સિંગલ પાર્સલ બન્યો આર્જેન્ટિનાથી આવેલા 229 મીટર લાંબા જહાજનું સફળ કાર્ગો હેન્ડલિંગ મુન્દ્રા પોર્ટની ક્ષમતા દર્શાવે છે.
કચ્છમાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ, ભુજ અને મુન્દ્રા તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક સુધીની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ રહેશે તમામ કોલેજોના વિદ્યાર્થીઓ માટે પણ રજાની જાહેરાત કરવામાં આવી.
અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સાણંદ-વિરમગામ હાઈવે પર વરસાદી પાણી ફરી વળતાં વાહનચાલકો માટે રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. સાણંદ GIDCથી આગળ હાઈવે પર તંત્ર દ્વારા બેરિકેડ લગાવી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કોઈ વાહનચાલક જોખમ ન લે. હાઈવેની બંને બાજુ નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાતા સમગ્ર વિસ્તાર જળમગ્ન બન્યો છે અને વાહનવ્યવહાર પર ગંભીર અસર જોવા મળી રહી છે.
સુરતથી રાજસ્થાનના રામસીન જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં કોસંબા-ધામરોડ રોડ પર અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ ડ્રાઇવરે સમયસૂચકતા દાખવી બસને તાત્કાલિક રોડની સાઇડમાં ઊભી રાખી તમામ 21 મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જ્યારે બસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 45 ઈંચ જેટલા ભારે વરસાદે ભારે વિનાશ વેર્યો છે. હુમરણ ગામે વારોલી નદી પર આવેલો બ્રિજ પાણીના પ્રચંડ પ્રવાહમાં તૂટી જતાં અનેક વિસ્તારોનો સંપર્ક ખોરવાયો છે. ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ અને બિસ્માર બનતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રએ બ્રિજ પર બેરિકેડ લગાવી અવરજવર પર પ્રતિબંધ મૂકી લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. દેશમાં સૌથી વધુ વરસાદ ધરાવતા ત્રીજા નંબરના તાલુકા તરીકે ઓળખાતા ઉમરગામના 52 ગામોમાંથી 8 ગામ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર તાલુકાનું જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે.
રેડ એલર્ટ: અમદાવાદ, કચ્છ, બોટાદ અને ભાવનગરમાં અતિભારે વરસાદની ચેતવણી. ઓરેન્જ એલર્ટ: ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. યલો એલર્ટ: દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ રહેતાં તંત્ર એલર્ટ પર છે. નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને નદી-નાળાથી દૂર રહેવા અપીલ કરાઈ છે.
Loading Comments...