એક રેકોર્ડ એસા ભી! હવે આવા રેકોર્ડ પણ નોંધાશે?
મધ્યપ્રદેશમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં એવો રેકોર્ડ નોંધાયો છે જે સાંભળી તમે સૌ ચોંકી જશો
અનોખો રેકોર્ડ
અનોખો રેકોર્ડ
આ તો સાંભળીને તો ચોક્કસથી જ આશ્ચર્ય થશે. મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં ભ્રષ્ટાચારનું જીવતું-જાગતું ઉદાહરણ પૂરું પાડતી નર્મદા જળ સપ્લાયની પાઈપલાઈનનો અનોખો અને ચોંકાવનારો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. એક અહેવાલ મુજબ, 106 કરોડ રૂપિયાના ખર્ચે નાખવામાં આવેલી આ પાઈપલાઈન 450થી પણ વધુ વખત ફાટી ચૂકી છે.
આ વારંવાર ફાટતી પાઈપલાઈનથી પરેશાન થઈને નગર નિગમના વિપક્ષ નેતા અને કોંગ્રેસના કોર્પોરેટર દીપક મુલ્લુ રાઠોડે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેનું નામ નોંધાવવાનો એક અનોખો વિરોધનો રસ્તો અપનાવ્યો છે. તેઓ કહે છે કે, ‘એશિયા કે દુનિયામાં ક્યાંય પણ આટલી મોટી પરિયોજના આટલી ખરાબ રીતે નિષ્ફળ નથી ગઈ.’
ગિનિસ બુકે તેમની આ અરજી સ્વીકારી લીધી છે અને આ રેકોર્ડ ખંડવાના નામે નોંધવા માટે પાઈપલાઈન કેટલી વાર ફાટી છે, તેની પ્રમાણિત નકલો માંગી છે. આ દસ્તાવેજો લેવા માટે વિપક્ષ નેતાએ કલેક્ટર ઓફિસનો સંપર્ક કર્યો છે.
વારંવાર આ પાઈપલાઈન ફાટવાના કારણે ખંડવાની 2.5 લાખની વસ્તીને 48 કલાક સુધી પાણી વગર રહેવું પડે છે, જેનાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જોકે, અધિકારીઓના મતે, આ સમસ્યાને ઉકેલવા માટે હવે નવી પાઈપલાઈન નાખવાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે, જેનાથી ભવિષ્યમાં લોકોને મુશ્કેલી નહીં પડે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.