વન વિભાગના કર્મચારીના ઘરમાંથી અધધ ખજાનો મળ્યો!
ઓડિશાના ડેપ્યુટી રેન્જરના ઘરમાંથી 1.44 કરોડની રોકડ મળી, ગણવા માટે મશીન મંગાવવા પડ્યાં

માસિક 70 હજારના પગારદારના ઘરમાંથી સોનાના બિસ્કીટ, સોનાના સિક્કા અને સંપત્તિ પણ મળી

માસિક 70 હજારના પગારદારના ઘરમાંથી સોનાના બિસ્કીટ, સોનાના સિક્કા અને સંપત્તિ પણ મળી
દેશમાં ભ્રષ્ટાચાર જાણે કે સદાચાર બની ગયો છે. એકતરફ શ્રમજીવીઓ સખત મહેનત કરીને બે ટંકનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે સરકારી કર્મચારીઓ બેફામ રીતે ભ્રષ્ટાચાર કરીને પોતાના ઘર ભરી રહ્યા છે. ઓડિસાના વન વિભાગના કર્મચારીના ઘરમાંથી વિજિલન્સ વિભાગને ખજાનો મળ્યો છે.
આવક કરતાં વધુ સંપત્તિની તપાસ દરમિયાન વન વિભાગના કર્મચારીના ઘરમાંથી 1.44 કરોડની રોકડ મળી આવતાં વિજિલન્સ વિભાગ પણ ચોંકી ગયો હતો. 1.44 કરોડ ઉપરાંત ઘરમાંથી સોનાના બિસ્કિટ અને સોનાના સિક્કા પણ મળી આવતાં વિજિલન્સ વિભાગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઓડિશાના કોરાપુટના ડેપ્યુટી રેન્જર રામચંદ્ર નેપાકના પરિસરમાં વિજિલન્સ વિભાગે દરોડા પાડ્યા છે. આ દરોડામાં ટીમને મોટો ખજાનો મળ્યો છે. વિજિલન્સ વિભાગની ટીમે રામચંદ્ર નેપાકના ઘરમાંથી 1.44 કરોડ રૂપિયા રોકડા, સોનાના બિસ્કિટ અને સિક્કા જપ્ત કર્યા છે. કોરાપુટના જયપુર ફોરેસ્ટ રેન્જના ડેપ્યુટી રેન્જર રામચંદ્ર નેપાક પર આવક કરતાં વધુ સંપત્તિ એકઠી કરવાનો આરોપ છે.
વિજિલન્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, જયપુરના ડેપ્યુટી રેન્જર રામચંદ્ર નેપાક સામે ચાલી રહેલી તપાસમાં તેમના ઘરમાંથી ગુપ્ત ખજાનામાં છુપાયેલા 1.44 કરોડ રૂપિયા, ચાર સોનાના બિસ્કિટ અને 16 સોનાના સિક્કા જપ્ત કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન રોકડ ગણવા માટે મશીનો અને સોનાનું વજન કરવા વજન કાંટો મંગાવવા પડ્યા હતા. જયપુરની સ્પેશિયલ વિજિલન્સ કોર્ટના સર્ચ વોરંટના આધારે જયપુર અને ભુવનેશ્વરમાં 6 અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડામાં 6 ડેપ્યુટી એસપી, 5 ઇન્સ્પેક્ટર, 9 એએસઆઈ સહિત 40 સભ્યોની ટીમ જોડાઈ હતી.
ડેપ્યુટી રેન્જર પર તેમની આવક કરતાં વધુ મિલકત એકઠી કરવાનો આરોપ છે. આ આવક તેમની નોકરી અને સરકારી પગાર સાથે મેળ ખાતી નથી. વિજિલન્સ ટીમ મિલકતો, બેંક ખાતાઓ, દસ્તાવેજો અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવાઓની શોધખોળ કરી રહી છે.
રામચંદ્ર નેપાકે 9 માર્ચ 1989 ના રોજ કોરાપુટના સામાજિક વનીકરણ વિભાગમાં ગ્રામ્ય વન કાર્યકર તરીકે નોકરી શરૂ કરી હતી. સામાજિક વનીકરણનું પ્રાદેશિક વન વિભાગમાં વિલિનીકરણ થયા પછી જેપોર ફોરેસ્ટ (પ્રાદેશિક) વિભાગમાં બદલી કરવામાં આવી હતી. હાલમાં રામચંદ્ર નેપાકનો માસિક પગાર ₹76,880 અને ચોખ્ખો પગાર ₹69,680 છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...