93 વર્ષના નિવૃત્ત ખેડૂત શ્રી શિંદે અને તેમની પત્ની શાંતાબાઈ અષાઢી એકાદશીની પંઢરપુર યાત્રા દરમિયાન છત્રપતિ સંભાજીનગરની એક ઝવેરાતની દુકાનમાં મંગળસૂત્ર લેવા માટે ગયા હતા. સફેદ ધોતી-કુર્તા અને ટોપી પહેરેલા આ વૃદ્ધ દંપતીને જોઈ દુકાનના કર્મચારીઓને પહેલા લાગ્યું કે, તેઓ ભીખ માંગવા આવ્યા છે.
પરંતુ જ્યારે શિંદેએ નમ્રતાથી 1120 રૂપિયા આપીને કહ્યું કે, તેઓ પત્ની માટે મંગળસૂત્ર લેવા આવ્યા છે, ત્યારે દુકાનદારે તેમના પ્રેમથી પ્રભાવિત થઈ તેમને માત્ર 20 રૂપિયામાં મંગળસૂત્ર આપ્યું.
દુકાનના માલિકે કહ્યું, "શ્રીમતી શાંતાબાઈ માટે મંગળસૂત્ર લેતા સમયે હું તેમના પ્રેમ અને એકતાથી ખુબ જ પ્રભાવિત થયો. મેં તેમને આશીર્વાદરૂપે માત્ર 20 રૂપિયા લીધા."
દંપતી જાલના જિલ્લાના અંભોરા જહાંગીર ગામના છે અને તેમનો દીકરો હોવા છતાં તેઓ પોતાનું ધ્યાન પોતે રાખે છે. તેમના જીવનસાથી માટેના પ્રેમે સમગ્ર સોશિયલ મીડિયા પ્રભાવિત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વીડિયો 2 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે.