દુબઈથી નકલી વિઝા સાથે 7 ગુજરાતીને ડિપોર્ટ કરાયા!
મહેસાણાના 4, અમદાવાદના 2 અને ગાંધીનગરના એક પેસેન્જરની કરી ધરપકડ

મુંબઈની સહાર પોલીસે ગુજરાતના કિશન નામના એજન્ટની શોધખોળ હાથ ધરી

મુંબઈની સહાર પોલીસે ગુજરાતના કિશન નામના એજન્ટની શોધખોળ હાથ ધરી
દુબઈ એરપોર્ટ પરથી નકલી વિઝા સાથે પકડાયેલા સાત ગુજરાતી પેસેન્જરોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. ડિપોર્ટ કરાયેલા મુસાફરો મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવતાં મુંબઈની સહાર પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર તેઓ ટુરિસ્ટ વિઝા પર દુબઈ ગયા હતા અને નકલી લક્ઝમબર્ગ એમ્પ્લોયમેન્ટ શેંગેન વિઝાનો ઉપયોગ કરી ટ્રાન્ઝિટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તમામ મુસાફરો પ્રવાસીઓ તરીકે લક્ઝમબર્ગમાં પ્રવેશવાનો ઇરાદો ધરાવતા હતા.
ગાંધીનગરના કૌશિકકુમાર પટેલ(50), અમદાવાદના અર્થકુમાર પટેલ (25), મહેસાણાના મહર્ષિ પટેલ (21), મહેસાણાના પૃથ્વીરાજગીરી ગોસ્વામી(23), મહેસાણાના ભાર્ગવ જોશી(33), મોટેરાના કૃણાલકુમાર પ્રજાપતિ (25) અને મહેસાણાના મોહમ્મદ જેદ હુસેનખાન પઠાણ(26) પ્રવાસી તરીકે લક્ઝમબર્ગમાં 29 વિવિધ સ્થળોના પ્રવાસે નીકળ્યા હતા. તેમની યાત્રાનું આયોજન ગુજરાતના સ્થાનિક એજન્ટ કિશન દ્વારા કરવામાં આવ્યું હોવાનું પૂછપરછ દરમિયાન બહાર આવ્યું છે.
મુસાફરોને ટુરિસ્ટ વિઝા અને નકલી શેંગેન વિઝા આપવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન તમામ લોકોએ ખુલાસો કર્યો કે એજન્ટે તેમને યુરોપિયન દેશોમાં મુસાફરી કરવા અને સ્થાયી થવા માટે વિગતો પૂરી પાડી હતી. સહાર પોલીસ હવે નકલી વિઝા બનાવનાર એજન્ટને શોધી રહી છે.
ઇમિગ્રેશન અધિકારી વિષ્ણુ સાવંત મુંબઈ એરપોર્ટ પર મુસાફરોના આગમનનું નિરીક્ષણ કરી રહ્યા હતા. તે દરમિયાન જાણવા મળ્યું કે દુબઈ ઇમિગ્રેશન દ્વારા વિઝા સાથે સાત વ્યક્તિઓને દુબઈથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ઇમિગ્રેશન અધિકારીઓએ તેમના પાસપોર્ટમાં લક્ઝમબર્ગ માટે શેંગેન રોજગાર વિઝા ઓળખી કાઢ્યા હતા.
મુસાફરોની પૂછપરછમાં જાણવા મળ્યું કે એજન્ટે તેમને વિઝા પૂરા પાડ્યા હતા અને ખાતરી આપી હતી કે તેઓ 29 શેંગેન દેશોમાંથી કોઈપણમાં રહેવાની પરવાનગીની જરૂર વગર સ્થાયી થઈ શકે છે અને સરળતાથી રોજગાર શોધી શકે છે.
સહાર પોલીસ અધિકારીએ ઉલ્લેખ કર્યો કે એરલાઇન લાઇસન્સિંગ એજન્સીને મોકલવામાં આવેલા ઇમેઇલ પછી પુષ્ટિ થઈ કે સાત વ્યક્તિઓને લક્ઝમબર્ગ સત્તાવાળાઓ દ્વારા વિઝા આપવામાં આવ્યા નથી. સહાર પોલીસે નકલી વિઝા આપનાર ગુજરાતના એજન્ટની શોધખોળ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...