1 ફેબ્રુઆરીથી બદલાશે 5 મોટા નિયમો
ગેસ સિલિન્ડરના ભાવથી લઈને પાન-મસાલા પરના ટેક્સ સુધી, ૧ ફેબ્રુઆરી ૨૦૨૬થી બદલાશે મોટા નિયમો

૧ ફેબ્રુઆરી આર્થિક ફેરફાર

૧ ફેબ્રુઆરી આર્થિક ફેરફાર
જાન્યુઆરી મહિનો પૂર્ણ થવાની તૈયારીમાં છે અને ૧ ફેબ્રુઆરીથી નવા મહિનાની સાથે જ દેશના બજેટની પણ શરૂઆત થશે. ૨૦૨૬ના આ બીજા મહિનામાં રસોઈથી લઈને મુસાફરી સુધીના અનેક નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે.
૧. LPG સિલિન્ડરના નવા ભાવ :
દર મહિનાની જેમ ૧ ફેબ્રુઆરીએ પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ રાંધણ ગેસના ભાવ જાહેર કરશે. બજેટના દિવસે જ ભાવ આવવાના હોવાથી સામાન્ય લોકો ૧૪ કિલોના ઘરેલું સિલિન્ડરમાં રાહતની આશા રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોમર્શિયલ ગેસના ભાવમાં સમયાંતરે ફેરફાર થતા રહે છે.
૨. CNG, PNG અને હવાઈ ઈંધણ :
ગેસ સિલિન્ડરની સાથે CNG અને PNGના દરોમાં પણ ફેરફારની શક્યતા છે. આ ઉપરાંત, વિમાનમાં વપરાતા ઈંધણ એટલે કે ATFના ભાવ પણ જાહેર થશે. જો ATFના ભાવમાં ઘટાડો થાય તો હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે છે.
૩. પાન-મસાલા અને સિગારેટ મોંઘા થશે :
તમાકુ ઉત્પાદનો અને પાન-મસાલાના શોખીનો માટે ખરાબ સમાચાર છે. સરકાર દ્વારા નવી એક્સાઇઝ ડ્યુટી અને હેલ્થ સેસ લાગુ કરવામાં આવતા ૧ ફેબ્રુઆરીથી આ ચીજોની કિંમતમાં મોટો વધારો જોવા મળી શકે છે. જીએસટી ઉપરાંત વધારાના સેસને કારણે આ વસ્તુઓ મોંઘી થશે.
૪. FASTag વપરાશકર્તાઓને રાહત :
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ વાહન ચાલકો માટે એક રાહતના સમાચાર આપ્યા છે. ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ થી કાર, જીપ અને વાન જેવા વાહનો માટે ફાસ્ટેગ જારી કરવા માટેની કેવાયસી (KYC) વેરિફિકેશન પ્રક્રિયા બંધ કરવામાં આવી છે, જેનાથી પ્રક્રિયા વધુ સરળ બનશે.
૫. બેન્કોમાં રજાઓનો મારો :
ફેબ્રુઆરી મહિનામાં જો તમારે બેન્કનું કામ હોય તો સાવધાન રહેવું જરૂરી છે. રવિવાર અને શનિવારની સાપ્તાહિક રજાઓ સહિત છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ જેવા તહેવારોને કારણે રાજ્ય અને દેશભરમાં વિવિધ સ્થળોએ અંદાજે ૧૦ દિવસ બેન્કો બંધ રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!