વૈષ્ણોદેવીમાં ભૂસ્ખલનને કારણે 30 યાત્રિકોના મોત!
જમ્મુ-કાશ્મીરમાં વરસાદ અને ભૂસ્ખલનથી હાહાકાર, ચારેકોર તબાહીના સમાચાર
વૈષ્ણોદેવીમાં ભૂસ્ખલનથી 30નાં મોત
વૈષ્ણોદેવીમાં ભૂસ્ખલનથી 30નાં મોત
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસતા વરસાદ અને ભૂસ્ખલને ભયાનક તબાહી મચાવી છે. ખાસ કરીને વૈષ્ણોદેવી ધામ નજીક થયેલા ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 30 શ્રદ્ધાળુઓના કરુણ મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે પરંતુ મૃત્યુઆંક હજુ પણ વધી શકે તેવી આશંકા છે.
ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જમ્મુ અને કાશ્મીરના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જે જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે તેમાં અનંતનાગ, કિશ્તવાડ, ડોડા, કઠુઆ, રામબન, ઉધમપુર, રિયાસી, રાજૌરી, જમ્મુ, સાંબાનો સમાવેશ થાય છે. વહીવટીતંત્રે લોકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા અને સલામત સ્થળોએ રહેવાની અપીલ કરી છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે હજારો શ્રદ્ધાળુઓ કટરાથી માતા વૈષ્ણો દેવી દર્શન માટે જઈ રહ્યા હતા.
ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે વૈષ્ણો દેવીની પવિત્ર યાત્રા હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. આ ઉપરાંત, રેલવે ટ્રાફિકને પણ ભારે અસર થઈ છે. ઉત્તર રેલવે દ્વારા જમ્મુ-કટરાથી દોડતી અને અહીં રોકાતી 22 ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે 27 ટ્રેનોને અધવચ્ચે જ રોકી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે તાવી નદી પરનો પુલ તૂટી પડ્યો છે, જેના કારણે અનેક વાહનો ફસાયા છે.
ડોડા અને મનાલીમાં વિનાશ:
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં વાદળ ફાટવાથી અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેમાં 10થી 15 ઘરો ધોવાઈ ગયા છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં પણ બિયાસ નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જ્યાં એક ઘર પત્તાની જેમ નદીમાં તણાઈ ગયું. આ ઉપરાંત, ઉત્તરાખંડમાં પણ રસ્તાઓ પર મોટા પથ્થરો અને કાટમાળના ઢગલા જોવા મળ્યા છે.
સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા તમામ શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ભયાનક પરિસ્થિતિમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ ટીમો સતત કાર્યરત છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.