પહેલગામ એટેકમાં વૃદ્ધને હાથમાં ઘસાઇને ગોળી નીકળી, ભાવનગરના પિતા-પુત્ર સહિત 3ના મોત
સુરતનો પરિવાર પણ પહલગામ ફરવા ગયો હતો, જ્યાં યુવકને ગોળી વાગતા મોત

સુરતનો પરિવાર પણ પહલગામ ફરવા ગયો હતો, જ્યાં યુવકને ગોળી વાગતા મોત

સુરતનો પરિવાર પણ પહલગામ ફરવા ગયો હતો, જ્યાં યુવકને ગોળી વાગતા મોત
જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે સાંજે થયેલા આતંકી હુમલામાં મૂળ સુરતના યુવકનું મોત થયું છે, સુરતના શૈલેશ હિંમભાઇ કળઠીયાનું મોત થતાં શોકની લાગણી ફરી વળી છે. શૈલેશભાઇ મૂળ સુરતના મોટા વરાછા ચિકુવાડી વિસ્તારના વતની છે અને હાલ મુંબઈ સ્થાયી થયા હતા.,તેઓ બેંક ઓફ બરોડાના કર્મચારી હતા અને પત્ની શીતલ તથા પુત્રી નીતિ અને પુત્ર નકશ સાથે ફવા પહલગામ ગયા હતા. હાલ તેમનો પરિવાર પોલીસ પ્રોટેક્શન હેઠળ છે. આ પરિવાર ચાર વર્ષ પહેલા મોટા વરાછા સ્થિત ચિકુવાડી વિસ્તારમાં ભાડેના મકાનમાં રહેતો હતો અને ત્યારબાદ મુંબઇ સ્થાયી થયા હતા. તેઓ પરિવાર સાથે મુંબઇથી જમ્મુ કાશ્મીર ફવા ગયા ત્યારે આ બનાવ બન્યો હતો.
આ સાથે ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈનું મોત થયું હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે, જે ગઇકાલથી ગુમ હતા. મળેલી માહિતી મુજબ ભાવનગરનું 20 લોકનું ગૃપ પહેલગામ ફરવા ગયું હતું જેમાં યતીશભાઇ અને તેમનો પુત્ર સ્મીત ગુમ થઇ ગયા હતા પણ તેમના પત્ની કાજલબેન મળી આવ્યા હતા. યતીશભાઇ હેરસલુન ચલાવતા હતા જ્યારે તેમનો પુત્ર સ્મીત 11માં ધોરણમાં અભ્યાસ કરતો હતો, વિનુભાઇ ડાભી નામના વૃદ્ધને આતંકીની ગોળી હાથના ભાગેથી ઘસાઇને નીકળી ગઇ હતી જેથી તેમને ઇજા થઇ હતી. તેમને હાલ સારવાર અપાઇ રહી છે.
આ પણ વાંચો--- Pahalgam Terror Attack : આતંકીઓએ 50 થી વધુ રાઉન્ડ ગોળીબાર કર્યો, 26 પ્રવાસીના નિધન!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.