હરિદ્વારની ગંગા નદીના ભારે પ્રવાહમાં ગુજરાતના 2 બાળકો તણાયા, બંનેના મોત
તાપી જિલ્લાનો પરિવાર હરિદ્વારની ગંગા નદીમાં સ્નાન કરી રહ્યો હતો ત્યારે બનેલો બનાવ

હરિદ્વારની ગંગા નદીના ભારે પ્રવાહમાં ગુજરાતના 2 બાળકો તણાયા, બંનેના મોત

હરિદ્વારની ગંગા નદીના ભારે પ્રવાહમાં ગુજરાતના 2 બાળકો તણાયા, બંનેના મોત
ઉતરાખંડના હરિદ્વારમાં યાત્રા કરવા ગયેલા ગુજરાતના તાપી જિલ્લાના એક પરિવારના 2 બાળકો ગંગા નદીમાં ડૂબી ગયા હોવાનો બનાવ બન્યો છે. ગંગામાં આ પરિવાર સ્નાનકી રહ્યો હતો ત્યારે પરિવારના 2 બાળકો ગંગા નદીના જોરદાર પ્રવાહમાં તણાઇ ગયા હોવાનું જાણવા મળે છે. બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
ગુજરાતના તાપી જિલ્લામાં બાજીપુરામાં રહેતા વિપુલભાઇ તેમના પરિવાર સાથે હરિદ્વાર દર્શન કરવા આવ્યા હતા. શુક્રવારે સવારે જ્યારે આ પરિવાર સપ્તર્ષી વિસ્તારમા સંતમતઘાટ પર ગંગા નદીમા સ્નાન કરી રહ્યો હતો ત્યારે તેમની 13 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર અચાનક જ ગંગા નદીના ભારે પ્રવાહમાં વહેવા માંડ્યા હતા જેથી પરિવારે ચીસાચીસ કરી મુકી હતી.
ઘટના બનતા ઘાટ પર હાજર લોકો તત્કાળ ભેગા થઇ ગયા હતા અને બંને બાળકોને બચાવાનો પ્રયાસ કરાયો હતો પણ નદીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે બંને બાળકો પળવારમાં જ નદીમાં ગરકાવ થઇ ગયા હતા.
બનાવની જાણ થતાં પોલીસ પણ ધસી ગઇ હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને બાળકોની શોધખોળ શરુ કરી હતી. ભારે જહેમત બાદ બંને બાળકોને શોધવામાં સફળતા મળી હતી પણ બંનેને હોશ પણ ન હતો. બંને બાળકોને તત્કાળ હોસ્પિટલમાં લઇ જવાતા ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા જેથી પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યું હતું. શુક્રવારે સવારે 10 વાગે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ