ઓપરેશન સિંદૂર મુદ્દે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની વિપક્ષની માંગ, 16 પાર્ટીઓએ PM મોદીને લખ્યો પત્ર
ઓપરેશન સિંદૂર અને પહેલગામ હુમલાને લઈને વિપક્ષના 16 પક્ષોએ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે અને PM મોદીને પત્ર લખ્યો છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી
વિપક્ષી પક્ષોએ ઓપરેશન સિંદૂર અને પહેલગામ આતંકી હુમલાને લઈને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ ફરી એકવાર ઉઠાવી છે. કુલ 16 વિપક્ષી પક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી આ માંગ રજૂ કરી છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયને આ બાબતની જાણકારી આપી.
ઇન્ડી ગઠબંધનની બેઠકમાં નિર્ણય
મંગળવારે દિલ્હીમાં વિપક્ષના ઇન્ડી ગઠબંધનના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન તમામ પક્ષોના સાંસદોએ એક પત્ર પર હસ્તાક્ષર કરીને PM મોદીને સંબોધિત કરીને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી.
ક્યા પક્ષો જોડાયા
આ બેઠકમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, RJD, સમાજવાદી પાર્ટી, શિવસેના (યુબીટી), અને DMK (જે કરૂણાનિધિ જયંતી હોવાથી હાજર રહી શકી નહીં પણ પત્ર પર હસ્તાક્ષર કર્યા) સહિત અનેક પક્ષો જોડાયા હતા. નેશનલ કોન્ફરન્સ, CPI(M), IUML, CPI, RSP, VCK, કેરળ કોંગ્રેસ, MDMK અને CPI(ML) લિબરેશન જેવા પક્ષોએ પણ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે.
દીપેન્દ્ર હુડ્ડાનું નિવેદન
કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે, ઇન્ડિયા ગઠબંધનના 16 પક્ષોએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે જેમાં પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર અને અમેરિકા દ્વારા એલાન કરાયેલા યુદ્ધવિરામ સહિતના મુદ્દે સંસદમાં ચર્ચા થવી જોઈએ. તેમણે કહ્યું કે, બધા રાજકીય પક્ષો સશસ્ત્ર દળો અને કેન્દ્ર સરકારના સમર્થનમાં ઉભા છે, તેથી સંસદમાં આ બાબતો પર વિગતવાર ચર્ચા જરૂરી છે.
AAP રહી દૂર
આ બેઠકમાં આમ આદમી પાર્ટી (AAP) ઉપસ્થિત રહી નથી, પરંતુ પાર્ટી PM મોદીને અલગથી પત્ર લખીને વિશેષ સત્રની માંગ કરશે. જોકે, NCP આ પાર્ટીઓમાં સામેલ નથી. ઉલ્લેખનીય છે કે, પેહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા પછીથી વિપક્ષ દ્વારા સતત સંસદના વિશેષ સત્રની માંગ કરવામાં આવી રહી છે. ઓપરેશન સિંદૂર અંગે સંસદના સર્વપક્ષીય બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવાયો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.