સુકમામાં વધુ 16 નક્સલીઓનું આત્મસમર્પણ, 8-8 લાખના ઈનામી શરણે, કેરલાપેંદા ગામ નક્સલમુક્ત જાહેર
છત્તીસગઢના સુકમામાં વધુ 16 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે, કેરલાપેંદા ગામને હવે નક્સલમુક્ત જાહેર કરાયું છે.

સુકમામાં 16 નક્સલીઓનું આત્મસમર્પણ

સુકમામાં 16 નક્સલીઓનું આત્મસમર્પણ
છત્તીસગઢના નક્સલપ્રભાવિત સુકમા જિલ્લામાં 2 જૂન, 2025ના રોજ વધુ 16 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. અહીંના કેરલાપેંદા ગ્રામ પંચાયતના 9 નક્સલીઓનો પણ સમાવેશ થાય છે. પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત કામગીરી અને રાજ્ય સરકારની યોજનાઓથી પ્રભાવિત થઈને તેમણે શસ્ત્રો ઉતાર્યા છે.
આત્મસમર્પણના હાઇપ્રોફાઇલ નામ
આત્મસમર્પણ કરનારામાં નક્સલવાદીઓની કેન્દ્રીય ક્ષેત્રીય સમિતિની બીજા નંબરની 36 વર્ષીય સભ્ય રીતા ઉર્ફે ડોડી સુક્કીએ તેમજ નક્સલવાદીઓની પીએલજીએ બટાલિયનની 18 વર્ષિય એક સભ્ય રાહુલ પુનમે પણ આત્મસમર્પણ કર્યું છે. આ બંને પર 8-8 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું. 28 વર્ષીય લેખમ લખમા, જેના પર ત્રણ લાખનું ઈનામ, અન્ય ત્રણ નક્સલવાદીઓ, જેમના પર બે-બે લાખનું ઈનામ હતું. તેઓએ પણ આત્મસમર્પણ કર્યું છે.
કેરલાપેંદા ગ્રામ પંચાયત નક્સલમુક્ત જાહેર
આ ગામ હવે સત્તાવાર રીતે નક્સલમુક્ત જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના નિયદ નેલ્લાર (‘તમારું સારું ગામ’) યોજના હેઠળ હવે ગામના વિકાસ માટે રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ મળશે.
પોલીસનું નિવેદન
સુકમા એસપી કિરણ ચવ્હાણે જણાવ્યું કે, “નક્સલીઓ અમાનવીય વિચારધારા અને સ્થાનિક આદિવાસીઓ પર અત્યાચારથી ત્રાસી ગયા હતા. તેઓ હવે સમાજની મુખ્યધારામાં જોડાવા માંગે છે.”
સરકારી સહાય અને પુનર્વસન
આ તમામ નક્સલીઓને ₹50,000 ની સહાય આપવાની રહેશે અને સરકારની પુનર્વસન નીતિ મુજબ નવી શરૂઆત કરવાની તક મળશે. 2024માં જ બસ્તર ડિવિઝનમાં 792 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. સુકમા સહિત 7 જિલ્લાઓ બસ્તર હેઠળ આવે છે. રાજ્ય સરકારે આત્મસમર્પણ કરનારાઓ માટે સહાય અને પુનઃસ્થાપન યોજનાઓ કાર્યાન્વિત કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.