નકલી છૂટાછેડાના આધારે 12 મહિલાએ સરકારી નોકરી મેળવી
રાજસ્થાન સ્ટાફ સિલેક્શન બોર્ડે નકલી છૂટાછેડા દ્વારા નોકરી મેળવેલી મહિલાઓ અંગે તપાસ હાથ ધરી
રાજસ્થાનમાં છૂટાછેડા લીધેલી મહિલાઓ માટે તમામ નોકરીઓમાં 2 ટકા ક્વોટા ફાળવવામાં આવ્યો છે
રાજસ્થાનમાં છૂટાછેડા લીધેલી મહિલાઓ માટે તમામ નોકરીઓમાં 2 ટકા ક્વોટા ફાળવવામાં આવ્યો છે
નકલી છૂટાછેડા લીધા બાદ મહિલાઓ 'છૂટાછેડા' ક્વોટા દ્વારા સરકારી નોકરીઓમાં જોડાઈ રહી છે. આ પ્રકારની છેતરપિંડીના કેસ વધી ગયા છે. રાજસ્થાન સ્ટાફ સિલેક્શન બોર્ડ (RSSB)ને આવી ફરિયાદો મળતાં તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં 12 મહિલાઓએ છૂટાછેડા ક્વોટામાં નોકરી મેળવી હોવાનું સામે આવ્યું છે. જયપુરમાં એક પતિએ તેની કોન્સ્ટેબલ પત્ની સામે ફરિયાદ નોંધાવી છે.
રાજસ્થાન સ્પેશિયલ ઓપરેશન ગૃપ(SOG)એ ભરતી પરીક્ષાઓમાં નકલી છૂટાછેડા દ્વારા નોકરી મેળવનારી મહિલાઓ અંગે તપાસ હાથ ધરી છે. નવા પ્રકારની છેતરપિંડી અંગે SOG ખાસ તપાસ ઝુંબેશ ચલાવી છે. આ પહેલાં નકલી ડિગ્રી, ડિપ્લોમા દ્વારા નોકરી મેળવવાના કિસ્સાઓ બની ચૂક્યા છે.
RSSB પ્રમુખ આલોક રાજે કહ્યું કે, રાજસ્થાનમાં સરકારી નોકરીઓમાં છૂટાછેડા લીધેલી મહિલાઓ માટે અલગ 2 ટકાનો ક્વોટા છે. તેનો કટઓફ અન્ય શ્રેણીઓ કરતાં ઘણો ઓછો છે. તેનો ફાયદો ઉઠાવીને છેલ્લા કેટલાક વર્ષોથી ઘણી મહિલા ઉમેદવારો ફક્ત કાગળ પર છૂટાછેડા લઈને નોકરી મેળવી રહી છે.
આલોક રાજે જણાવ્યું કે, રાજસ્થાનમાં અત્યાર સુધી આવી 12 થી વધુ ફરિયાદો મળી છે. તે અંગે અમે સ્પેશિયલ ઓપરેશન ગૃપને તપાસ સોંપીને તેવા ઉમેદવારોની ગેરરીતિઓની તપાસ કરી રહ્યા છીએ. બધા કિસ્સાઓ અલગ અલગ રીતે સામે આવ્યા છે. ઘણા ઉમેદવારો નકલી છૂટાછેડાના કાગળો લઈને નોકરી મેળવી રહ્યા છે.
જયપુરમાં એક પતિએ તેની કોન્સ્ટેબલ પત્ની સામે પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. ફરિયાદમાં કહેવાયુ છે કે, પત્ની કવિતાને છૂટાછેડાના ક્વોટામાંથી નોકરી મળી છે. તે કિશનગઢમાં તાલીમ લઈ રહી છે. પતિનો આરોપ છે કે પત્નીને પહેલા પતિ પાસેથી લીધેલા છૂટાછેડાના કાગળો પર નોકરી મળી છે. જ્યારે તેણીને નોકરી મળી ત્યારે તે તેની પત્ની હતી.
શું છે કોન્સ્ટેબલ પત્નીનો મામલો?
જયપુરમાં કોન્સ્ટેબલની નોકરી મેળવનાર મહિલાના બીજા પતિ સુનીલકુમારની ફરિયાદ પર જ્યોતિ નગર પોલીસ સ્ટેશન દ્વારા કવિતા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આ કેસની તપાસ જ્યોતિ નગર પોલીસ સ્ટેશનના CI રાકેશકુમાર પારીક કરી રહ્યા છે.
રમેશ કુમાર પારીકે જણાવ્યું કે, સુનીલ કુમાર મહિલાનો બીજો પતિ છે. તે ઝુંઝુનુના પિલાની તાલુકાના સેતુ કી ધાની ગામનો રહેવાસી છે. તેના લગ્ન 13 ડિસેમ્બર 2015 ના રોજ રાજેશ કુમારની પુત્રી કવિતા સાથે થયા હતા. કવિતા હરિયાણાના મહેન્દ્રગઢની રહેવાસી છે. 3 ફેબ્રુઆરી 2017 ના રોજ એક પુત્રનો જન્મ થયો. આ પછી કવિતાએ ઝઘડો કરવાનું શરૂ કર્યું.
ફરિયાદમાં લખ્યું છે- કવિતાએ જણાવ્યું હતું કે તેના લગ્ન રવિ કુમાર સાથે થયા હતા. કવિતાને આનાથી બે બાળકો હતા. તેણે 2015 માં તેના પહેલા પતિ રવિ કુમાર અને બે બાળકો સાથે છૂટાછેડા લીધા હતા. આ છૂટાછેડાના આધારે કવિતાએ સરકારી નોકરી લીધી.
સુનિલે જણાવ્યું હતું- કવિતાને ખૂબ સમજાવવામાં આવી હતી પરંતુ તેણે મારી અને મારા પરિવારના સભ્યોની વાત સાંભળી નહીં. તે મને છોડીને તાપુકડાના બનબીરપુર ગામમાં તેની માતા પાસે ગઈ હતી. ત્યાં, તેણે તિજારા ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો. આ માટે નોટિસ પણ મળી છે.
દરમિયાન, 2022માં, ખબર પડી કે અગાઉના છૂટાછેડાના આધારે કવિતાએ CID IB માં કોન્સ્ટેબલ તરીકે નોકરી લીધી છે. SOG ની તપાસ બાદ ફાઇલ પોલીસ કમિશનરેટમાં મોકલવામાં આવી હતી. ત્યારબાદ જ્યોતિ નગર પોલીસ સ્ટેશનમાં કવિતા વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.
સુનિલ કુમારનો આરોપ છે કે તેમની પત્ની કવિતાએ તેમને છૂટાછેડા આપ્યા ન હતા. તેમણે તેમના પહેલા પતિના છૂટાછેડાના કાગળોના આધારે નોકરી લીધી હતી. જ્યારે પત્નીએ નોકરી લીધી ત્યારે તે તેમની પત્ની હતી. તેમના છૂટાછેડા હજુ સુધી થયા નથી.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.