શોએબ અખ્તર અને આરઝૂ કાઝમી સહિત 11 પાકિસ્તાની યુ ટ્યુબ પર પ્રતિબંધ મુકાયો
તમામ સમાચાર એજન્સીની યુ ટ્યુબ પર પ્રતિબંધ લગાવાયો

તમામ સમાચાર એજન્સીની યુ ટ્યુબ પર પ્રતિબંધ લગાવાયો

તમામ સમાચાર એજન્સીની યુ ટ્યુબ પર પ્રતિબંધ લગાવાયો
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયની ભલામણો બાદ હવે ભારત સરકારે પાકિસ્તાનની ઘણી યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ચેનલોમાં ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર અને આરઝૂ કાઝમી જેવા ઘણા મોટા યુટ્યુબ ચેનલોનો પણ સમાવેશ થાય છે.
ગૃહ મંત્રાલયની ભલામણોને અનુસરીને, ભારત સરકારે ગયા અઠવાડિયે 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી ઘટના બાદ ભારત, તેની સૈન્ય અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભડકાઉ અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી, જૂઠાણા અને ખોટી માહિતી ફેલાવવા બદલ ઘણી પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે.
પાકિસ્તાનની જે 11 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં શોએબ અખ્તરની ચેનલ તેમજ ત્યાંના ઘણા મોટા મીડિયા હાઉસની યુટ્યુબ ચેનલોનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય છે ડોન ન્યૂઝ, સમા ટીવી, એઆરવાય ન્યૂઝ, બોલ ન્યૂઝ, રફ્તાર ટીવી, ધ પાકિસ્તાન રેફરન્સ, જીઓ ન્યૂઝ, સમા સ્પોર્ટ્સ અને ઉઝૈર ક્રિકેટ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.