'Operation Sindoor'માં IC-814 હાઇજેકના માસ્ટરમાઇન્ડ રઉફ અઝહરનો ખાતમો...!
'ઓપરેશન સિંદૂર'માં ૧૯૯૯ના IC-814 વિમાન હાઇજેકિંગના માસ્ટરમાઇન્ડ અબ્દુલ રઉફ અઝહરનો ખાતમો થયો...

કંદહાર કાંડનો મુખ્ય આરોપી ઠાર..!

કંદહાર કાંડનો મુખ્ય આરોપી ઠાર..!
પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા શરૂ કરાયેલા 'ઓપરેશન સિંદૂર'માં મોટી સફળતા મળી છે. આ ઓપરેશનમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર અને 1999 ના IC-814 વિમાન હાઇજેકિંગનો માસ્ટરમાઇન્ડ રઉફ અઝહર ઠાર મરાયો છે.
શું હતો IC-814 હાઇજેક કાંડ?
24 ડિસેમ્બર 1999 ના રોજ કાઠમાંડુથી દિલ્હી જઈ રહેલા ઇન્ડિયન એરલાઇન્સના વિમાન IC-814 નું પાંચ નકાબધારી આતંકવાદીઓએ અપહરણ કર્યું હતું. વિમાનમાં 176 મુસાફરો અને 1૫ ક્રૂ મેમ્બર સવાર હતા. આ ઘટના ભારતીય ઇતિહાસની સૌથી લાંબી અને ભયાનક હાઇજેક ઘટનાઓમાંની એક હતી, જે 7 દિવસ સુધી ચાલી હતી. હાઇજેકરો વિમાનને અમૃતસર, લાહોર, દુબઈ અને અંતે અફઘાનિસ્તાનના કંદહાર લઈ ગયા હતા, જ્યાં તે સમયે તાલિબાનનું શાસન હતું.
લાંબી વાટાઘાટો બાદ મુસાફરોની સુરક્ષા માટે ભારત સરકારે મૌલાના મસૂદ અઝહર, અહમદ ઉમર સઈદ શેખ અને મુશ્તાક અહમદ ઝરગર નામના ત્રણ ખતરનાક આતંકવાદીઓને છોડવાનો નિર્ણય લીધો હતો. 31 ડિસેમ્બર 1999 ના રોજ આ આતંકવાદીઓને કંદહાર લઈ જવામાં આવ્યા હતા અને બદલામાં તમામ બંધકોને મુક્ત કરાયા હતા.
અબ્દુલ રઉફ અઝહરની ભૂમિકા...
અબ્દુલ રઉફ અઝહર 1999 ના કંદહાર વિમાન હાઇજેક (IC-814)નો મુખ્ય સૂત્રધાર હતો. તે જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મૌલાના મસૂદ અઝહરનો નાનો ભાઈ હતો. રઉફે પોતાના ભાઈને ભારતીય જેલમાંથી છોડાવવા માટે હરકત-ઉલ-મુજાહિદ્દીન અને ISI સાથે મળીને હાઇજેકની યોજના બનાવી હતી. તેણે કાઠમાંડુમાં ઓપરેશનનું આયોજન કર્યું હતું અને હાઇજેકરો સાથે સંકલન કર્યું હતું, જેમાં તેનો ભાઈ ઇબ્રાહિમ અથર પણ સામેલ હતો. રઉફની ભૂમિકા વ્યૂહરચના બનાવવાની અને નિર્દેશો આપવા સુધી સીમિત હતી. ત્યારબાદ તે જૈશ-એ-મોહમ્મદના આતંકી હુમલાઓમાં સક્રિય રહ્યો હતો અને ભારતમાં 'મોસ્ટ વોન્ટેડ' હતો. હવે 'ઓપરેશન સિંદૂર'માં તેનો ખાતમો થતાં ભારતે એક મોટી સફળતા હાંસલ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.