VS ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડઃ 10 ડોક્ટરોના ખાતામાં રૂપિયા 15 કરોડથી વધુ જમા થયાં
મ્યુનિસિપલ કમિશનરને તપાસ રિપોર્ટ સોંપાયો, ડો.મનિષ પટેલ અને ડો.દેવાંગ રાણા દોષિત

નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં બંને ડોક્ટરો સામે ખાતાકીય તપાસ કરી તમામ રકમ રિકવર કરાશે

નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં બંને ડોક્ટરો સામે ખાતાકીય તપાસ કરી તમામ રકમ રિકવર કરાશે
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કરનારા તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટ ડો.મનીષ પટેલ અને ડો. દેવાંગ રાણાને તપાસ કમિટીએ દોષિત ઠેરવ્યા છે. બંને ડોક્ટરો સામે ખાતાકીય તપાસ કરવાનો અને સસ્પેન્ડ કરાયેલાં આઠ કોન્ટ્રાક્ટ ડોક્ટરો પાસેથી તમામ રકમ રિકવર કરવા કમિશનરે સૂચના આપી છે. ડોક્ટરોએ 58 થી વધારે ક્લિનિકલ ટ્રાયલ કરી હોવાનું તપાસ અહેવાલમાં જણાવાયું છે. વીએસ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં 500 પાનાંનો તપાસ અહેવાલ કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.
તપાસ અહેવાલમાં વી.એસ. હોસ્પિટલના તત્કાલિન સુપ્રિન્ટેન્ડન્ટ ડો.મનીષ પટેલ અને ડો.દેવાંગ રાણાની શંકાસ્પદ ભૂમિકા હોવાનું સ્પષ્ટ થયું છે. તેમણે વીએસ હોસ્પિટલમાં કોઈપણ મંજૂરી વગર ક્લિનિકલ ટ્રાયલ કરી હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, વર્ષ 2021 થી 2025 સુધી 58 જેટલાં ક્લિનિકલ ટ્રાયલ વીએસ હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા. આ ક્લિનિકલ ટ્રાયલમાં ડો.મનીષ પટેલ, ડો.દેવાંગ રાણા અને ડો.ધેવાત શુક્લ અને તેમના સંબંધીઓનાં ખાતાંમાં નાણાં જમા થયાં છે. કૌભાંડમાં અંદાજે 15 કરોડથી વધુની રકમ તબીબોનાં ખાતામાં જમા થઈ છે.
ડો.મનીષ પટેલ અને ડો.દેવાંગ રાણા AMCના કાયમી કર્મચારી હતા. જ્યારે અન્ય આઠ કોન્ટ્રાક્ટ પરના તબીબો હતા. જે તે સમયે 8 કોન્ટ્રાક્ટ તબીબોને સસ્પેન્ડ કરાયા હતા. કોન્ટ્રાક્ટ પરના ડોક્ટરો પાસેથી AMC નાણાકીય રિકવરી કરશે. આગામી દિવસોમાં વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા તમામ તબીબોને નોટિસ આપી રકમ વીએસ હોસ્પિટલમાં જમા કરાવવા સૂચના આપવામાં આવશે.
તત્કાલિન સુપ્રિન્ટેન્ડન્ટ ડો.મનીષ પટેલ અને ડો.દેવાંગ રાણાને ચાર્જશીટ આપવામાં આવશે. ચાર્જશીટ બાદ ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે. AMC દ્વારા નિવૃત્ત જજની નિમણૂક કરી તપાસ કરાવવામાં આવે તેવી શક્યતા છે. બંને તબીબોને ખાતાકીય તપાસમાં બચાવની તક આપવામાં આવશે. તપાસના આધારે પોલીસ ફરિયાદ કરવી કે અન્ય શિક્ષાત્મક પગલાં લેવાં તેનો નિર્ણય કરવામાં આવશે.
ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ બાદ ડિરેક્ટર જનરલ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયા દ્વારા વીએસ હોસ્પિટલને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે હવે હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ નહીં કરી શકાય. ડીજીસીઆઈની ટીમે વીએસ હોસ્પિટલની ક્લિનિકલ ટ્રાયલ માટે મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ જે તે સમયે વીએસ હોસ્પિટલને ક્લિનિકલ ટ્રાયલ નહીં કરવા સૂચના આપી હતી. ડીજીસીઆઈની તપાસનો અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવા માટેનો પણ નિર્ણય કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લોંગ કોવિડના 771 દર્દીઓ પરના અભ્યાસમાં મોં અને ફેફસાના બેક્ટેરિયામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. સંશોધનમાં બ્રેઇન ફોગ, શ્વાસની તકલીફ અને પાચન સમસ્યાઓ સાથેના સંભવિત સંબંધ અંગે નવા સંકેતો મળ્યા છે.

માઈગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું તફાવત છે? જાણો માઈગ્રેનનાં મુખ્ય લક્ષણો, ઊબકા, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા અને ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

મોબાઈલ અને લેપટોપ સામે લાંબો સમય બેસવાથી ગરદનમાં દુખાવો અને જકડન થાય છે? નેક ટિલ્ટ, ચિન ટક સહિતની 3 સરળ સ્ટ્રેચિંગ કસરતો અને ગરદનના દુખાવાથી બચવાના ઉપાયો જાણો.