વડોદરામાં 65 વર્ષના વૃદ્ધને કેરીનો સ્વાદ ભારે પડ્યો..વાંચો આશ્ચર્યકારક કિસ્સો
વૃદ્ધને તત્કાળ સારવાર માટે ગોત્રી હોસ્પિટલંમાં જવું પડ્યું

વૃદ્ધને તત્કાળ સારવાર માટે ગોત્રી હોસ્પિટલંમાં જવું પડ્યું

વૃદ્ધને તત્કાળ સારવાર માટે ગોત્રી હોસ્પિટલંમાં જવું પડ્યું
વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જ્યાં સારવાર માટે લવાયેલા 65 વર્ષના વૃદ્ધ કેરીનો ગોટલો ગળી ગયા હતા. છોટાઉદેપુરના આ 65 વર્ષના વૃદ્ધને કેરીનો સ્વાદ જાણે કે ભારે પડ્યો હતો. જો કે તબીબોએ કૂનેહપૂર્વક વૃદ્ધની અન્નનળીમાં ફસાઇ ગયેલા કેરીના ગોટલાને બહાર કાઢી લીધો હતો અને ત્યારે આ વૃદ્ધના જીવમાં જીવ આવ્યો હતો.
છોટાઉદેપુરના 65 વર્ષીય વૃદ્ધને કેરીનો સ્વાદ ભારે પડ્યો હતો કારણ કે કેરી ખાતા ખાતા આ વૃદ્ધ ગોટલો ગળી ગયા હતા. ગોટલો અન્ન નળીમાં ફસાઈ જતા તેમને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ દોડવું પડ્યું હતું, તબીબોએ તેમની પરિસ્થિતી જાણ્યા પછી તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે વૃદ્ધની અન્નનળીમાં કેરીનો ગોટલો ફસાયેલો હતો અને તે ઉપર કે નીચે જઇ શકે તેવી સ્થિતીમાં ન હતો.
તબીબોએ ચીરા કે ટાંકા વગર એન્ડોસ્કોપી કરી તાત્કાલિક સફળ ઓપરેશન કર્યું હતું અને ગોટલો બહાર કાઢ્યો હતો. ગોત્રી સરકારી હોસ્પિટલના તબીબે વૃદ્ધને નવું જીવન અપાવ્યું હતું.
ગોત્રી હોસ્પિટલના તબીબ પ્રોફેસર ડો.હિરેન સોનીએ જણાવ્યું હતું કે મારી પાસે ગત શનિવારે વૃદ્ધ આવ્યા હતા અને તેમણે કહ્યું કે પાણી પણ પી શકતા ન હતા. તપાસમાં ખબર પડી કે તેઓ કેરી ખાતી વખતે ગોટલો ગળી ગયા હતા. સિટી સ્કેનમાં જોવા મળ્યું કે તેમના ગળામાં અન્ન નળીની વચ્ચે કેરીનો ગોટલો અટકી ગયો હતો જેથી અન્નનળી બંધ થઇ ગઇ હતી. અમે દૂરબીનથી તપાસ કરી તો ગોટલો ફસાયો હોવાનું જણાયું અને ત્યારબાદ અમે કૂનેહપૂર્વક સર્જરી વગર જ ગેટલો બહાર કાઢ્યો હતો.
તેમણે કહ્યું કે આ અમારા માટે પણ આશ્ચર્યજનક ઘટના છે . અન્નનળીમાં આટલો મોટો ગોટલો ફસાયો હોય તેનું અમને પહેલીવાર જોવા મળ્યું હતું..
આ પણ વાંચો--- સયાજી હોસ્પિટલમાં અંધારપટ: સરકારી બેદરકારીનો ભોગ બની સામાન્ય જનતા
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લોંગ કોવિડના 771 દર્દીઓ પરના અભ્યાસમાં મોં અને ફેફસાના બેક્ટેરિયામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. સંશોધનમાં બ્રેઇન ફોગ, શ્વાસની તકલીફ અને પાચન સમસ્યાઓ સાથેના સંભવિત સંબંધ અંગે નવા સંકેતો મળ્યા છે.

માઈગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું તફાવત છે? જાણો માઈગ્રેનનાં મુખ્ય લક્ષણો, ઊબકા, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા અને ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

મોબાઈલ અને લેપટોપ સામે લાંબો સમય બેસવાથી ગરદનમાં દુખાવો અને જકડન થાય છે? નેક ટિલ્ટ, ચિન ટક સહિતની 3 સરળ સ્ટ્રેચિંગ કસરતો અને ગરદનના દુખાવાથી બચવાના ઉપાયો જાણો.