નવરાત્રી સ્પેશિયલ: ઉપવાસમાં સિંધવ મીઠું કેમ ખવાય?
ઉપવાસ દરમિયાન સિંધવ નમકનો ઉપયોગ લોકો કરતાં હોય છે
સિંધવ મીઠું
સિંધવ મીઠું
આજથી નવરાત્રીનું પ્રારંભ થઈ ગયું છે.ઘણા ભક્તો આ નવરાત્રીના દિવસોમાં નવ દિવસ સુધી ઉપવાસ રાખતા હોય છે.એટલે
ઉપવાસમાં ફરાળી વસ્તુઓનું સેવન કરતાં હોય છે.અલગ અલગ પ્રકારની ફરાળી વસ્તુઓમાં ઉપયોગ કરતાં હોય છે.જેમાં કોઈ પણ ફરાળી વાનગી બનાવા માટે ફરાળી નમક બજારમાં મળતો હોય છે.ઘણા લોકોના મનમાં સવાલ થતો હશે કે આવું પણ કોઈ નમક હોતું હશે.નવરાત્રીમાં ભક્તો આ ઉપવાસનું કડક રીતે પાલન કરતાં હોય છે.ઉપવાસ દરમિયાન સિંધવ નમકનો ઉપયોગ કરતાં હોય છે.જ્યારે સામાન્ય મીઠાનું સેવન વર્જિત કરતાં હોય છે.
સિંધવ મીઠાનો ઉપયોગ કરવા પાછળ ધાર્મિક તો છે. જ પણ તેના આયુર્વેદિક અને સ્વાસ્થ્ય સંબંધિત પણ અનેક કારણો છે.
સિંધવ મીઠા ખાવા પાછળનું કોઈ ધાર્મિક કારણ :
ધાર્મિક માન્યતાઓ એવી છે,કે સિંધવ મીઠાના સેવન કરવાથી વ્રત તૂટતો નથી.તેની પાછળનું કારણએ છે કે આ મીઠામાં કુદરતી રીતે ખનીજોથી ભરપૂર હોય છે.કોઈ પણ પ્રકારની અશુદ્ધિઓ કે રસાયણો હાજર હોતા નથી.જ્યારે સામાન્ય મીઠું ધણી બધી રાસાયણિક પ્રક્રિયાઓથી પસાર થઈને લોકો સુધી પહોંચે છે.જ્યારે વ્રતમાં સિંધવ મીઠું સેવન પાછળનું ધાર્મિક કારણ તેની શુદ્ધતા સાથે જોડાયેલું છે.
સિંધવ મીઠું ખાવાના સ્વાસ્થ્ય માટે 5 ફાયદા :
1.રોગપ્રતિકારક શક્તિ વધારવી :
સિંધવ મીઠામાં રહેલા ઝિંક,મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો શરીર માટે જરૂરી છે. સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. જેનાથી બાહ્ય ચેપથી વ્યક્તિને સુરક્ષિત રહે છે.
2.ખનીજોથી ભરપૂર :
સિંધવ મીઠામાં કેલ્શિયમ,મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ઘણા જરૂરી ખનીજો જોવા મળે છે.વ્રતમાં શરીરને સંતુલિત રાખવાનું કામ કરે છે.સિંધવ મીઠુંમાં હળવા માટી જેવા સ્વાદથી સાત્વિક ભોજનનો સ્વાદ પણ વધારે છે.
3.પાચન થવામાં સરળતા :
વ્રત દરમિયાન લેવામાં આવતા ફરાળી વસ્તુઓ જેવા કે સાબુદાણા,કૂટ્ટુનો લોટ,ફળો અને સૂકા મેવા આ બધા સિંધવ મીઠાના ઉપયોગથી સરળતાથી પચી જાય છે. સિંધવ મીઠું સ્વાદમાં તો વધારે જ છે, સાથે ભોજનને પચવામાં મદદ કરે છે.
4.ઈલેક્ટ્રોલાઈટ સંતુલન :
સિંધવ મીઠામાં સોડિયમ ઓછું અને પોટેશિયમ વધુ હોય છે,જેના કારણે ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન જાળવવામાં મદદ કરે છે, જે વ્રત દરમિયાન ઉર્જા પ્રદાન કરે છે.આ મીઠાથી હર્દય અને બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓને ઘટાડવામાં ફાયદાકારક હોઈ શકે છે.
5.સિંધવ મીઠું શરીરને ઠંડુ રાખે છે :
આયુર્વેદ અનુસાર સિંધવ મીઠું શરીરને અંદરથી ઠંડુ રાખે છે.જ્યારે સાદા મીઠાની તાસીર ગરમ હોય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જાણો 5 Warning Signs અને કસરત દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું.

Enhertu દવાને HER2-low સ્તન કેન્સર માટે મંજૂરી મળતાં સારવારમાં નવી આશા જાગી છે. જાણો દવાની અસર, ઉપયોગ, ક્લિનિકલ ટ્રાયલ અને આડઅસર.

ઇઝરાયેલી મહિલાના લોહીમાં મળેલા દુર્લભ એન્ટિબોડીના અભ્યાસથી JAMA નામની 49મી માનવ બ્લડ ગ્રુપ સિસ્ટમની શોધ થઈ.