કેરળમાં મગજ ખાતા અમીબાના 69 કેસ અને 19 મૃત્યુ
કેરળમાં 'મગજ ખાતા અમીબા'ના કારણે થતાં પ્રાયમરી એમીબિક મેનિન્ગોએન્સેફાલીટીસના 69 કેસ
મગજ ખાતા અમીબા
મગજ ખાતા અમીબા
કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે બુધવારે જાહેરાત કરી કે, આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં પ્રાયમરી એમીબિક મેનિન્ગોએન્સેફાલીટીસ (PAM)ના 69 કેસ નોંધાયા છે, જેમાં 19 દર્દીઓના મૃત્યુ થયા છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે ગત વર્ષની જેમ આ વર્ષે કોઈ ચોક્કસ ક્લસ્ટર આઉટબ્રેક જોવા મળ્યો નથી. ગયા વર્ષે કોઝિકોડ, મલપ્પુરમ અને કન્નુર જેવા વિસ્તારોમાં દૂષિત પાણીના કારણે આ રોગ ફેલાયો હતો. આ રોગ નાઈગ્લેરિયા ફોવલેરી નામના પરોપજીવીથી થાય છે, જેને સામાન્ય રીતે "મગજ ખાતા અમીબા" તરીકે ઓળખવામાં આવે છે.
ચેપ અને તેના લક્ષણો
નાઈગ્લેરિયા ફોવલેરી નામનો આ અમીબા તાજા પાણીના સ્ત્રોત, જેમ કે તળાવો, નદીઓ અથવા સ્વિમિંગ પૂલમાં જોવા મળે છે. તે નાક દ્વારા શરીરમાં પ્રવેશીને મગજ સુધી પહોંચે છે. આ રોગ પાણી પીવાથી ફેલાતો નથી. આ ચેપ લાગ્યા પછી રોગ ઝડપથી આગળ વધે છે, જેના લક્ષણોમાં અચાનક તાવ, તીવ્ર માથાનો દુખાવો, ઉબકા, ઉલટી, ગરદન જકડાઈ જવી, મૂંઝવણ, આંચકી અને છેવટે બેભાન થવાનો સમાવેશ થાય છે. આ રોગ અત્યંત દુર્લભ હોવા છતાં, તે ખૂબ જ જીવલેણ સાબિત થઈ શકે છે.
આ પણા વાંચો: કેરળમાં દિમાગ ખાવાવાળા જીવલેણ અમીબાથી 5ના મોત
આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલા
આ ખતરાને ધ્યાનમાં રાખીને, કેરળના આરોગ્ય અધિકારીઓએ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ સાથે મળીને રાજ્યભરમાં સર્વેલન્સ વધારી દીધું છે. ડૉકટરોને સૂચના આપવામાં આવી છે કે, તેઓ મેનિન્ગોએન્સેફાલીટીસના તમામ કેસોમાં એમીબિક ચેપની તપાસ કરે અને તાત્કાલિક સારવાર શરૂ કરે. મંત્રી જ્યોર્જે જણાવ્યું કે, 2023ના નિપાહ રોગચાળા બાદ કેરળની આરોગ્ય પ્રણાલી વધુ મજબૂત બની છે, જેના કારણે આ વર્ષે PAMના કેસોનું વધુ સારી રીતે સંચાલન શક્ય બન્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જાણો 5 Warning Signs અને કસરત દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું.

Enhertu દવાને HER2-low સ્તન કેન્સર માટે મંજૂરી મળતાં સારવારમાં નવી આશા જાગી છે. જાણો દવાની અસર, ઉપયોગ, ક્લિનિકલ ટ્રાયલ અને આડઅસર.

ઇઝરાયેલી મહિલાના લોહીમાં મળેલા દુર્લભ એન્ટિબોડીના અભ્યાસથી JAMA નામની 49મી માનવ બ્લડ ગ્રુપ સિસ્ટમની શોધ થઈ.