ફાટેલી એડીમાં મેળવો આ રીતે રાહત
ફાટેલી એડીમાં આ ઘરગથ્થુ ઉપચારથી રહાત મેળવો

ફાટેલી એડી માટે હની પેક

ફાટેલી એડી માટે હની પેક
શિયાળાની ઋતુમાં સ્કિન ડ્રાય થવી અને ફાટી જવી એ એક સામાન્ય સમસ્યા છે. એમાં પણ ઠંડી હવા અને હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાથી પગની ત્વચા પણ નબળી પડી જાય છે, જેના કારણે એડી ફાટી જાય છે. આનાથી દુખાવો તો થાય જ છે સાથે સાથે દે દેખાવમાં પણ ખૂબ જ ખરાબ લાગે છે. પરંતુ આનાથી ગભરાવાની જરૂર નથી, શિયાળામાં ફાટી ગયેલી એડીને દૂર કરવા માટે કેટલીક સરળ અને અસરકારક ટિપ્સ છે, જેની માત્ર 15 દિવસમાં જ અસર દેખાશે.
શિયાળામાં સ્કિનને હાઇડ્રેશન ઓછું મળતું હોવાથી તે જલ્દી ફાટી જાય છે. તેનાથી બચવા માટે તમે નાળિયેર તેલ, ઓલિવ ઓઇલ અથવા એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો, આ તેલમાં કુદરતી મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે, જે ત્વચાને પોષણ આપે છે.
ફાટેલી એડીને દૂર કરવા માટે, ગરમ પાણીમાં મીઠું નાખીને પગને 10-15 મિનિટ સુધી પલાળી રાખો, જેથી પગની ચામડીને નરમ અને ડેડ સ્કિન દૂર કરવામાં મદદરૂપ બને. આ પછી પગને સારી રીતે લૂછી લો અને મોઇશ્ચરાઇઝર લગાવો.
શિયાળામાં સ્કિન જલ્દી ડ્રાય થઈ જાય છે. તેનાથી બચવા રોજ સારા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. જે ફાટેલી એડીને હાઇડ્રેટ કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
મધ એ કુદરતી હ્યુમેક્ટન્ટ છે, જે ત્વચામાં ભેજ જાળવી રાખે છે, ફાટેલી એડી પર મધ લગાવો અને તેને 10-15 મિનિટ માટે રહેવા દો, પછી હુંફાળા પાણીથી ધોઈ લો. મધ એડીને નરમ બનાવે છે અને તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ઇન્ફેકશન સામે પણ રક્ષણ આપે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લોંગ કોવિડના 771 દર્દીઓ પરના અભ્યાસમાં મોં અને ફેફસાના બેક્ટેરિયામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. સંશોધનમાં બ્રેઇન ફોગ, શ્વાસની તકલીફ અને પાચન સમસ્યાઓ સાથેના સંભવિત સંબંધ અંગે નવા સંકેતો મળ્યા છે.

માઈગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું તફાવત છે? જાણો માઈગ્રેનનાં મુખ્ય લક્ષણો, ઊબકા, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા અને ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

મોબાઈલ અને લેપટોપ સામે લાંબો સમય બેસવાથી ગરદનમાં દુખાવો અને જકડન થાય છે? નેક ટિલ્ટ, ચિન ટક સહિતની 3 સરળ સ્ટ્રેચિંગ કસરતો અને ગરદનના દુખાવાથી બચવાના ઉપાયો જાણો.