તમે પણ ફ્રેન્ચ ફ્રાઈઝના શોખીન છો? તો ચેતી જજો...
દર અઠવાડિયે 3 વખત ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાથી ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ નોંધપાત્ર રીતે વધી શકે છે
ફ્રેન્ચ ફ્રાઈઝથી ડાયાબિટીસનું જોખમ
ફ્રેન્ચ ફ્રાઈઝથી ડાયાબિટીસનું જોખમ
જો તમે બટાકા ખાવાના શોખીન હોય તો હવે થી તેને ફ્રેન્ચ ફ્રાઈઝ તરીકે નહિ પરંતુ ઉકાળેલા અથવા શેકેલા રૂપમાં ખાવાનું વિચારો. નવા સંશોધનથી જાણવા મળ્યું છે કે, જો કોઈ વ્યક્તિ દર સપ્તાહે 3 વખત ફ્રેન્ચ ફ્રાઈઝઝ ખાય, તો તેમાં ટાઈપ-2 ડાયાબિટીસનો ખતરો લગભગ 20 ટકા સુધી વધી શકે છે.
આ અભ્યાસ બ્રિટિશ મેડિકલ જર્નલ (BMJ)માં પ્રકાશિત થયો છે અને તેમાં 2 લાખથી વધુ પુખ્ત વ્યક્તિઓની ડાયટ આદતોને 30 વર્ષથી વધુ સમય સુધી ટ્રેક કરવામાં આવી હતી. આ અભ્યાસ દરમિયાન કુલ 22,299 લોકોને ડાયાબિટીસ થયું હતું.
શોધમાં જાણવા મળ્યું કે, ઉકાળેલા, શેકેલા કે મેશ્ડ બટાકાની તુલનાએ ફ્રેન્ચ ફ્રાઈઝ ડાયાબિટીસના જોખમને વધારે છે. ઉલટું જો બટાકાની જગ્યા પર ઘઉં જેવા અનાજ ખાવામાં આવે તો ડાયાબિટીસનો જોખમ 4% સુધી ઘટી શકે છે. અને ખાસ કરીને જો ફ્રેન્ચ ફ્રાઈઝની બદલે મોટા અનાજ અપનાવાય, તો તે જોખમ 19% સુધી ઘટાડે છે.
હવે માત્ર આટલું જ નહીં, રિફાઈન્ડ ગ્રેન્સ પણ ફ્રેન્ચ ફ્રાઈઝ કરતા વધારે સારો વિકલ્પ સાબિત બની જાય છે, કારણ કે તે પણ ડાયાબિટીસના જોખમને ઓછું કરે છે.
હાવર્ડ ટી. એચ. ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના મુખ્ય સંશોધક પ્રોફેસર વાલ્ટર વિલેટ જણાવે છે કે, 'જાહેર આરોગ્ય માટે આ સંદેશો ખૂબ સ્પષ્ટ અને અસરકારક છે. આપણા દૈનિક ખોરાકમાં થતાં નાના ફેરફારોથી પણ ટાઈપ-2 ડાયાબિટીસના જોખમમાં મોટો બદલાવ આવી શકે છે.'
તેમણે વધુમાં કહ્યું કે, 'વિશેષ કરીને ફ્રેન્ચ ફ્રાઈઝના સેવનને મર્યાદિત રાખીને અને મોટા અનાજ જેવા હેલ્ધી વિકલ્પ અપનાવવાથી આ જીવલેણ રોગના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડવું શક્ય છે.'
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લોંગ કોવિડના 771 દર્દીઓ પરના અભ્યાસમાં મોં અને ફેફસાના બેક્ટેરિયામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. સંશોધનમાં બ્રેઇન ફોગ, શ્વાસની તકલીફ અને પાચન સમસ્યાઓ સાથેના સંભવિત સંબંધ અંગે નવા સંકેતો મળ્યા છે.

માઈગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું તફાવત છે? જાણો માઈગ્રેનનાં મુખ્ય લક્ષણો, ઊબકા, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા અને ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

મોબાઈલ અને લેપટોપ સામે લાંબો સમય બેસવાથી ગરદનમાં દુખાવો અને જકડન થાય છે? નેક ટિલ્ટ, ચિન ટક સહિતની 3 સરળ સ્ટ્રેચિંગ કસરતો અને ગરદનના દુખાવાથી બચવાના ઉપાયો જાણો.