ભારતમાં કોરોનાના કેસમાં ઉછાળો | સક્રિય કેસ 5,000ને પાર, રાજ્યોને એલર્ટ રહેવા કેન્દ્રનો આદેશ
કોરોનાના એક્ટિવની સંખ્યા 5 હજારને પાર

24 કલાકમાં કોરોનાથી 4 લોકોના મોત

24 કલાકમાં કોરોનાથી 4 લોકોના મોત
ભારતમાં કોરોનાવાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જે ફરી એકવાર ચિંતાનું કારણ બન્યું છે. તાજેતરના આંકડા મુજબ, દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 5,364 પર પહોંચી ગઈ છે. આ વધારો 22 મે, 2025ના રોજ 257 સક્રિય કેસથી શરૂ થયો હતો, અને હવે તે ઝડપથી 5,000નો આંકડો વટાવી ગયો છે.
રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અને નવા કેસછેલ્લા 24 કલાકમાં દેશભરમાં 498 નવા કેસ નોંધાયા છે. આમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં સૌથી વધુ સંક્રમણ જોવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 16 મે, 2025ના રોજ દેશમાં માત્ર 93 સક્રિય કોરોનાવાયરસના કેસ હતા, જે હવે વધીને 5,364 થઈ ગયા છે. આ વધતા જોખમને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે મોક ડ્રીલ શરૂ કરવા અને ઓક્સિજન, આઇસોલેશન બેડ, વેન્ટિલેટર તથા જરૂરી દવાઓની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે.
મૃત્યુઆંક અને વર્તમાન તીવ્રતાછેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંબંધિત 4 નવા મૃત્યુ નોંધાયા છે, જેમાં કેરળમાં 2 અને પંજાબ તથા કર્ણાટકમાં 1-1 મૃત્યુનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે આ તમામ મૃત્યુ એવા દર્દીઓના થયા છે જેઓ ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર અથવા ન્યુમોનિયા જેવી ગંભીર સહ-બીમારીઓથી પીડાતા હતા. જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં કોરોના સંબંધિત કુલ 55 મૃત્યુ નોંધાયા છે, જેમાં મોટાભાગના દર્દીઓ વૃદ્ધ હતા અથવા તેમને અન્ય ગંભીર રોગો હતા.
આરોગ્ય વિભાગ અનુસાર, હાલના મોટાભાગના કોરોના કેસ હળવા લક્ષણોવાળા (માઇલ્ડ) છે, જેનો ઉપચાર ઘરે જ થઈ રહ્યો છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલની સ્થિતિ નિયંત્રણમાં છે અને ગભરાવાની કોઈ જરૂર નથી. જોકે, નાગરિકોને સાવચેતી રાખવા અને કોવિડ-19ના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લોંગ કોવિડના 771 દર્દીઓ પરના અભ્યાસમાં મોં અને ફેફસાના બેક્ટેરિયામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. સંશોધનમાં બ્રેઇન ફોગ, શ્વાસની તકલીફ અને પાચન સમસ્યાઓ સાથેના સંભવિત સંબંધ અંગે નવા સંકેતો મળ્યા છે.

માઈગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું તફાવત છે? જાણો માઈગ્રેનનાં મુખ્ય લક્ષણો, ઊબકા, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા અને ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

મોબાઈલ અને લેપટોપ સામે લાંબો સમય બેસવાથી ગરદનમાં દુખાવો અને જકડન થાય છે? નેક ટિલ્ટ, ચિન ટક સહિતની 3 સરળ સ્ટ્રેચિંગ કસરતો અને ગરદનના દુખાવાથી બચવાના ઉપાયો જાણો.