રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યુઃ કોવિડ-19ના વધુ 119 કેસ નોંધાયા, 508 કેસ એક્ટિવ
490 દર્દીઓ હોમ આઈસોલેશન અને 18 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ, 72 દર્દીઓ ડિસ્ચાર્જ

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસ વધ્યાઃ અત્યાર સુધી બે દર્દીના મોત

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસ વધ્યાઃ અત્યાર સુધી બે દર્દીના મોત
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. બુધવારે(4 જૂન) રાજ્યમાં નવા 119 કેસ નોંધાયા છે. જેના કારણે એક્ટિવ કેસની સંખ્યા વધીને 508 ઉપર પહોંચી ગઈ છે. 508 એક્ટિવ દર્દીઓમાંથી 18 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 490 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. અત્યાર સુધીમાં 72 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયા છે. કોરોનાના કારણે અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે.
અમદાવાદ શહેરમાં બુધવાર સુધીમાં 330 કેસ નોંધાયા છે. જેમાં 241 જેટલા કેસ એક્ટિવ છે. 88 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસો ખૂબ વધ્યા છે. બોપલ, ઘુમા, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, વસ્ત્રાપુર, સેટેલાઈટ, જોધપુર, સરખેજ, મક્તમપુરા, વાસણા,પાલડી, ચાંદખેડા, મોટેરા, સાબરમતી, આશ્રમ રોડ રાણીપ, નવા વાડજ, ન્યૂ રાણીપ, જગતપુર, કેશવનગર વાડજ, વેજલપુર સહિતના વિસ્તારમાં 190થી વધુ કેસો નોંધાયા છે.
કોવિડ-19ના 4 નવા વેરિયન્ટ મળ્યા
દેશમાં નવા કોવિડ-19 કેસોમાં વધારો થયો છે. હાલમાં કોરોનોના ચાર નવા પ્રકારો મળ્યા છે. ICMRના જણાવ્યા મુજબ દક્ષિણ અને પશ્ચિમ ભારતમાંથી ક્રમબદ્ધ કરાયેલા વેરિયન્ટ LF.7, XFG, JN.1 અને NB.1.8.1 શ્રેણીના છે. અન્ય સ્થળોએથી પણ સેમ્પલ લઈને સિક્વન્સિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી નવા વેરિયન્ટ શોધી શકાય. હાલના કેસ બહુ ગંભીર નથી. તેથી લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. ફક્ત સાવચેતી રાખવાની જરૂરીયાત છે. WHOએ કોરોનાના વધી રહેલા કેસોનો ચિંતાજનક ગણ્યું નથી. ચીન સહિત અન્ય એશિયન દેશોમાં કોવિડના વધતા જતા કેસોમાં ચાર વેરિયન્ટ જોવા મળ્યા છે. કોવિડ સામે વિકસિત રોગપ્રતિકારક શક્તિ પણ તેના પર અસર કરતી નથી. કોવિડનો JN.1 વેરિયન્ટ ભારતમાં સૌથી સામાન્ય છે. પરીક્ષણ દરમિયાન અડધાથી વધુ સેમ્પલમાં આ વેરિયન્ટ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ BA.2 (26 ટકા) અને ઓમિક્રોન સબલાઇનેજ (20 ટકા) વેરિયન્ટના કેસ જોવા મળી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લોંગ કોવિડના 771 દર્દીઓ પરના અભ્યાસમાં મોં અને ફેફસાના બેક્ટેરિયામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. સંશોધનમાં બ્રેઇન ફોગ, શ્વાસની તકલીફ અને પાચન સમસ્યાઓ સાથેના સંભવિત સંબંધ અંગે નવા સંકેતો મળ્યા છે.

માઈગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું તફાવત છે? જાણો માઈગ્રેનનાં મુખ્ય લક્ષણો, ઊબકા, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા અને ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

મોબાઈલ અને લેપટોપ સામે લાંબો સમય બેસવાથી ગરદનમાં દુખાવો અને જકડન થાય છે? નેક ટિલ્ટ, ચિન ટક સહિતની 3 સરળ સ્ટ્રેચિંગ કસરતો અને ગરદનના દુખાવાથી બચવાના ઉપાયો જાણો.