ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યાઃ હાલમાં એક્ટિવ 15 કેસમાંથી અમદાવાદમાં 14 કેસ
અમદાવાદમાં 20 વર્ષિય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

અમદાવાદના 13 અને રાજકોટના 1 દર્દીને ઘરે આઈસોલેટ કરાયાઃ હજુ સુધી ગાઈડલાઈન જાહેર નહી

અમદાવાદના 13 અને રાજકોટના 1 દર્દીને ઘરે આઈસોલેટ કરાયાઃ હજુ સુધી ગાઈડલાઈન જાહેર નહી
ગુજરાતમાં કોરોનાના કેસ ધીમ પગલે વધી રહ્યા છે. જાન્યુઆરીથી મે મહિના સુધી ગુજરાતમાં કુલ 21 કેસ નોંધાયા છે તેમાંથી 15 કેસ એક્ટિવ હોવાનું આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો.નિલમ પટેલે જણાવ્યુ છે. એક્ટિવ કેસ 15 પૈકી અમદાવાદમાં 14 અને રાજકોટમાં 1 દર્દીનો સમાવેશ થાય છે. અમદાવાદની એક યુવતી સિવાય બાકીના તમામ દર્દીઓને ઘરે આઈસોલેટ કરાયા છે. જ્યારે નવા વેરિએન્ટની હજુ સુધી કોઈ અસર નહી હોવાથી નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી તેમ ડો.નિલમ પટેલે કહ્યું છે.
ગુજરાતમાં 20 મેથી કોરોનાનો કેસ વધી રહ્યા છે. છેલ્લાં 3 દિવસમાં કોરોનાના 9 કેસ નોંધાયા છે. 20 મેના રોજ 7 કેસ નોંધાયા હતા. જેમાં 4 કેસ એલજી હોસ્પિટલમાં અને 3 કેસ ખાનગી હોસ્પિટલોમાં નોંધાયા હતા. વટવા, નારોલ, દાણીલીમડા, બહેરામપુરા, ગોતા, નવરંગપુરા અને બોપલમાં કેસ મળ્યા હતા. જ્યારે 21 મેના રોજ એક કેસ નોંધાયો હતો. ત્યારબાદ 22 મેના રોજ 20 વર્ષિય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેને શ્વાસની તકલીફ હોવાથી ઓક્સિજન પર રાખવામાં આવી છે. 2 વર્ષની બાળકીથી લઈને 72 વર્ષનાં વૃદ્ધા સુધીના લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે.
આરોગ્ય વિભાગના અધિક નિયામક નિલમ પટેલે બેનિફિટ ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યુ હતુ કે, કોરોનાનો નવો વાયરસ ચીન, સિંગાપોર અને થાઇલેન્ડમાં જોવા મળ્યો છે. ભારતમાં નવા વાયરસની ખાસ અસર નથી. ગુજરાતમાં જાન્યુઆરીથી મે મહિના સુધી કુલ 21 કેસ નોંધાયા છે. હાલમાં કોરોનાના 15 કેસ એક્ટિવ છે. અમદાવાદ શહેરમાં 13, અમદાવાદ ગ્રામ્યમાં 1 અને રાજકોટમાં 1 કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગે કોરોનાના નિયમિત ટેસ્ટ શરૂ કર્યા છે. તમામ દર્દીઓને ઘરે આઈસોલેટ કરાયા છે. જ્યારે એકપણ દર્દીનું મોત થયુ નથી. નાગરિકોએ ગભરાવાની નહી પણ સાવચેતી રાખવાની જરૂર છે. વિદેશ પ્રવાસ કર્યો હોય તો ટેસ્ટ કરાવી લેવા તેમજ તાવ આવતો હોય તો જાતે આઈસોલેટ થવા આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે. તેમણે ઉમેર્યુ કે, આરોગ્ય વિભાગે હજુ સુધી કોરોનાની નવી ગાઇડલાઈન જાહેર કરી નથી. પરંતુ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. કેસ વધશે તો આરોગ્ય વિભાગની સંપૂર્ણપણે તૈયાર છે. કોરોનાનો નવો વેરિએન્ટ જૂના વાયરસ ઓમિક્રોનનો ભાગ હોવાનું ડો.નિલમ પટેલે જણાવ્યુ છે.
ગુજરાતમાં વકરી રહેલા કોરોનાને લઇ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે ઓક્સિજન ટેન્ક, પીપીઇ કિટ, વેન્ટિલેટર, દવાઓ સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ અને 20 હજારની બે ઓક્સિજન ટેન્ક તૈયાર રાખવામાં આવી છે. રાજકોટ સિવિલમાં 20 બેડનો ખાસ વોર્ડ ઊભો કરાયો છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં 22 બેડનો આઇસોલેશન વોર્ડ અને સુરત સિવિલ હોસ્પિટલમાં જરૂર પડશે તો વોર્ડ શરૂ કરવામાં આવશે.
કોરોનાની ત્રણ લહેરમાં દેશમાં 5 લાખથી વધુ લોકોનાં થયા હતા મોત
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાથી 5 લાખથી વધુ લોકોના મોત થયા હતા. દેશમાં કોરોનાનો પહેલો કેસ જાન્યુઆરી-2020માં નોંધાયો હતો. માર્ચ-2020માં દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતું. કોરોનાની પહેલી લહેર જાન્યુઆરી-2020 થી ફેબ્રુઆરી-2021 સુધી ચાલી હતી. તે સમયે અંદાજે 1.08 કરોડ કેસ નોંધાયા હતા. 17 સપ્ટેમ્બર-2020ના રોજ એક દિવસમાં સૌથી વધુ 98 હજાર કેસ નોંધાયા હતા. પ્રથમ લહેરમાં 1.55 લાખ મૃત્યુ થયા હતા. દરરોજ સરેરાશ 412 મૃત્યુ નોંધાયા હતા.
કોરોનાની બીજી લહેર માર્ચ-2021 થી મે-2021 સુધી ચાલી હતી. કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના કારણે એપ્રિલ-મે 2021માં સૌથી વધુ કેસ અને મૃત્યુ નોંધાયાં હતાં. બીજી લહેર દરમિયાન હોસ્પિટલો અને ઓક્સિજનની ભારે અછત જોવા મળી હતી. બીજી લહેરમાં 1.69 લાખ મૃત્યુ થતા દૈનિક સરેરાશ 2,769 મૃત્યુ નોંધાયા હતા.
કોરોનાની ત્રીજી લહેર ડિસેમ્બર-2021 થી ફેબ્રુઆરી-2022 સુધીનો હતો. ઓમિક્રોન વેરિયન્ટના કારણે જાન્યુઆરી-2022માં કોરોનાના કેસ ઝડપથી વધ્યા. હતા. ત્રીજી બીજી લહેર કરતા ઓછી ઘાતક હતી. મૃત્યુદર ફક્ત 0.2% હતો. ત્રીજી લહેરમાં અંદાજે 50.05 લાખ કેસ નોંધાયા હતા અને 10,465 લોકોના મોત થયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લોંગ કોવિડના 771 દર્દીઓ પરના અભ્યાસમાં મોં અને ફેફસાના બેક્ટેરિયામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. સંશોધનમાં બ્રેઇન ફોગ, શ્વાસની તકલીફ અને પાચન સમસ્યાઓ સાથેના સંભવિત સંબંધ અંગે નવા સંકેતો મળ્યા છે.

માઈગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું તફાવત છે? જાણો માઈગ્રેનનાં મુખ્ય લક્ષણો, ઊબકા, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા અને ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

મોબાઈલ અને લેપટોપ સામે લાંબો સમય બેસવાથી ગરદનમાં દુખાવો અને જકડન થાય છે? નેક ટિલ્ટ, ચિન ટક સહિતની 3 સરળ સ્ટ્રેચિંગ કસરતો અને ગરદનના દુખાવાથી બચવાના ઉપાયો જાણો.