જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં મોટો ખ્યાતિકાંડ
53 દર્દીઓ પર જરૂરીયાત વગર કાર્ડિયાક પ્રોસીજર કરાઈ, ડૉ. પાર્શ્વ વ્હોરા યોજનામાંથી સસ્પેન્ડ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ હોસ્પિટલ સામે કાર્યવાહી કરી હતી

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ હોસ્પિટલ સામે કાર્યવાહી કરી હતી
ગુજરાતમાં વધુ એક ગંભીર આરોગ્ય કૌભાંડ સામે આવ્યું છે. જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં 53 દર્દીઓ પર જરૂરી ન હોવા છતાં કાર્ડિયાક પ્રોસીજર કરવામાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યું છે.
રાજ્ય સરકારના હેલ્થ વિભાગે હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરી અને ડૉ. પાર્શ્વ વ્હોરા (G-28538)ને કાર્ડિયોલોજી ક્ષેત્રમાં થયેલી ક્ષતિ બદલ સસ્પેન્ડ કર્યા છે. સાથે જ રૂ. 6 લાખથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
તપાસ મુજબ હોસ્પિટલ દ્વારા લેબોરેટરી અને ECG રિપોર્ટમાં ગેરરીતિ કરી લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસીજર જરૂરી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. કુલ 262 કેસોની તપાસમાં 53 કેસમાં ગેરરીતિ મળી આવી હતી.
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે PMJAY યોજના ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે અને તેમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે બેદરકારી સહન કરવામાં નહીં આવે.
તે સિવાય પાલનપુરની સદભાવના હોસ્પિટલ અને જૂનાગઢની સમન્વય હોસ્પિટલ સામે પણ કાર્યવાહી થઈ છે. પાલનપુરમાં એમ્પેનલ્ડ ડૉક્ટર સિવાય સર્જરી કરવાને કારણે અને જૂનાગઢમાં પેકેજ દર કરતાં વધારે રકમ વસૂલવા બદલ રૂ. 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
રાજ્ય આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, સરકારી આરોગ્ય યોજનાઓમાં ગેરરીતિ કરનાર કોઈપણ હોસ્પિટલ કે ડૉક્ટર સામે કડક પગલાં લેવામાં આવશે જેથી જનહિત અને પારદર્શિતા જળવાઈ રહે.
અમદાવાદની ખ્યાતિ કાંડનો મામલો શું છે?
કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવી પરિવારજનોની જાણ બહાર 19 લોકોની એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી હતી. તેમાંથી 7 દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરી નાખતાં 2 દર્દીનાં મોત થઈ ગયાં હતા. જ્યારે 5 દર્દીને બાદમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. તમામ ઓપરેશન ડો. પ્રશાંત વઝિરાણીએ કર્યા હતા. આ ઘટના બાદ ગ્રામજનોએ વહેલી સવારે હોસ્પિટલમાં પહોંચી તોડફોડ કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લોંગ કોવિડના 771 દર્દીઓ પરના અભ્યાસમાં મોં અને ફેફસાના બેક્ટેરિયામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. સંશોધનમાં બ્રેઇન ફોગ, શ્વાસની તકલીફ અને પાચન સમસ્યાઓ સાથેના સંભવિત સંબંધ અંગે નવા સંકેતો મળ્યા છે.

માઈગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું તફાવત છે? જાણો માઈગ્રેનનાં મુખ્ય લક્ષણો, ઊબકા, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા અને ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

મોબાઈલ અને લેપટોપ સામે લાંબો સમય બેસવાથી ગરદનમાં દુખાવો અને જકડન થાય છે? નેક ટિલ્ટ, ચિન ટક સહિતની 3 સરળ સ્ટ્રેચિંગ કસરતો અને ગરદનના દુખાવાથી બચવાના ઉપાયો જાણો.