વૈભવ સૂર્યવંશીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
14 વર્ષના વૈભવે માત્ર 54 બોલમાં 190 રન ફટકારી રચ્યો ઈતિહાસ

વૈભવ સૂર્યવંશી

વૈભવ સૂર્યવંશી
ક્રિકેટ જગતમાં બિહારના 14 વર્ષના વૈભવનો ધમાકો: એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડી રચ્યો નવો કીર્તિમાન
ભારતીય ઘરેલુ ક્રિકેટમાં બુધવારે એક એવો ચમત્કાર જોવા મળ્યો જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. બિહારના માત્ર 14 વર્ષના બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ વિજય હઝારે ટ્રોફીમાં વિસ્ફોટક બેટિંગ કરતા એવો રેકોર્ડ બનાવ્યો છે જે અત્યાર સુધી મોટા ગજાના બેટ્સમેનો પણ કરી શક્યા નથી.
ચોગ્ગા-છગ્ગાની રમઝટ અને ઐતિહાસિક સ્ટ્રાઇક રેટ :
વિજય હઝારે ટ્રોફી 2025-26ની પ્લેટ ગ્રુપ મેચમાં અરુણાચલ પ્રદેશ સામે રમતા વૈભવે મેદાનના ચારેય ખૂણે બોલરોની ધોલાઈ કરી હતી. તેણે માત્ર 84 બોલમાં 190 રનની અવિશ્વસનીય ઈનિંગ રમી હતી. આ તોફાની ઈનિંગમાં તેણે 16 ચોગ્ગા અને 15 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 226.19 રહ્યો હતો. જોકે, તે માત્ર 10 રન માટે પોતાની બેવડી સદી ચૂકી ગયો હતો, પરંતુ ત્યાં સુધીમાં તે ઈતિહાસ રચી ચૂક્યો હતો.
એબી ડી વિલિયર્સનો વર્ષો જૂનો રેકોર્ડ ધ્વસ્ત :
વૈભવ સૂર્યવંશીએ લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી 150 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે માત્ર 54 બોલમાં 150 રન પૂરા કર્યા હતા. આ પહેલા આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સના નામે હતો, જેણે 64 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. 14 વર્ષની વયે 'મિસ્ટર 360' ને પાછળ છોડવા તે ભારતીય ક્રિકેટ માટે ગર્વની વાત છે.
નાની ઉંમર અને મોટી સિદ્ધિઓ :
આ ડાબોડી બેટ્સમેન વૈભવ સતત ચર્ચામાં રહ્યો છે. તે આ પહેલા IPL હરાજી, યૂથ વનડે અને અંડર-19 એશિયા કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં પણ પોતાની ક્ષમતા સાબિત કરી ચૂક્યો છે. ક્રિકેટના નિષ્ણાતો માની રહ્યા છે કે વૈભવ સૂર્યવંશી જે રીતે રમી રહ્યો છે તે જોતા તે ભવિષ્યમાં ભારતીય સિનિયર ટીમનો મોટો સ્ટાર બની શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.