U19 એશિયા કપ: ભારતની હાર પણ નકવીની ફજેતી
પાકિસ્તાન બન્યું ચેમ્પિયન, ભારતીય ટીમે ACC ચીફ નકવીના હાથે મેડલ લેવાનો કર્યો ઈનકાર

મોહસિન નકવીની ફરી થઈ ફજેતી

મોહસિન નકવીની ફરી થઈ ફજેતી
રવિવારે (21 ડિસેમ્બર) દુબઈમાં રમાયેલી U19 એશિયા કપની ફાઈનલ મેચ બાદ ક્રિકેટ જગતમાં એક મોટો વિવાદ છેડાયો છે. પાકિસ્તાન સામેની હાર બાદ જ્યારે એવોર્ડ સેરેમની યોજાઈ, ત્યારે ભારતીય ટીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચીફ મોહસીન નકવીને રીતસરના અવગણી દીધા હતા.
ભારતીય ખેલાડીઓએ નકવીના હાથે મેડલ કે રનર-અપ ટ્રોફી સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. અગાઉ સિનિયર ભારતીય ટીમે પણ આવું જ કર્યું હતું, અને હવે જુનિયર ટીમે પણ તે જ પરંપરા જાળવી રાખી છે. પરિણામે, મુખ્ય મંચથી અલગ જઈને અન્ય અધિકારીઓએ ભારતીય ટીમને મેડલ અર્પણ કર્યા હતા, જે દરમિયાન નકવી ત્યાં હાજર નહોતા.
મેચનો અહેવાલ: પાકિસ્તાનનો પહાડ જેવો સ્કોર ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે ભૂલભર્યો સાબિત થયો.
પાકિસ્તાનની બેટિંગ: પાકિસ્તાની બેટર્સે ભારતીય બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. સમીર મિનહાસે માત્ર 172 રનની આક્રમક ઈનિંગ રમીને સ્કોરબોર્ડ પર 50 ઓવરમાં 347 રનનો પહાડ ખડકી દીધો હતો. અહેમદ હુસૈને 56 રનનું યોગદાન આપ્યું હતું.
ભારતની બોલિંગ: ભારત તરફથી ડી દિપેશે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે ખિલન પટેલ અને હેનિલ પટેલને 2-2 વિકેટ મળી હતી.
ભારતનો ધબડકો: 348 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ દબાણમાં આવી ગઈ હતી. ભારતીય બેટર્સ પાકિસ્તાની બોલિંગ સામે ટકી શક્યા નહીં અને આખી ટીમ માત્ર 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે પાકિસ્તાને 191 રનથી જીત મેળવી ટાઈટલ પોતાના નામે કર્યું હતું.
વૈભવ સૂર્યવંશીનો 'જૂતાની ધૂળ' વાળો વીડિયો વાયરલ: મેચ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની હતી. ભારતીય ઓપનર વૈભવ સૂર્યવંશી જ્યારે 26 રન બનાવીને આઉટ થયો, ત્યારે પાકિસ્તાની બોલર અલી રેજાએ તેની સામે ઉગ્ર ઉજવણી કરી હતી. તેના જવાબમાં વૈભવે શાંતિથી ડ્રેસિંગ રૂમ તરફ જતી વખતે પાકિસ્તાની બોલરને ઈશારો કર્યો હતો કે "તું મારા જૂતાની ધૂળ બરાબર છે." આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે અને ભારતીય ચાહકો વૈભવના આ એટીટ્યુડની પ્રશંસા કરી રહ્યા છે.
નકવીની આંતરરાષ્ટ્રીય ફજેતી: 'ઓપરેશન સિંદૂર' બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં આવેલી કડવાશ મેદાન પર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. સિનિયર ટીમ બાદ હવે U19 ટીમે પણ મોહસીન નકવી પાસેથી મેડલ ન લેવાની હામ ભરીને પાકિસ્તાન અને ACC પ્રમુખને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રમતગમતની સાથે રાષ્ટ્રનું સન્માન સર્વોપરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.