પાકિસ્તાની યજમાનીમાં ચેમ્પીયન ટ્રફીની શરુઆત થઈ ચુકી છે જેમાં ભારતે જીત સાથે જ્યારે પાકિસ્તાને હાર સાથે પોતાના મેચની શરુઆત કરી છે, ભારતે પાતાની પહેલી મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટે હરાવીને ટ્રોફીમાં મજબુત શરુઆત કરી છે. આ મેચમાં કેટલાક ઇતિહાસ પણ રચાયા
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પોતાની પહેલી મેચમાં બાંગ્લાદેશને છ વિકેટથી હરાવી ટીમનુ મનોબળ મજબુત કર્યું છે. મોહમ્મદ શમી, વિરાટ કોહલી, રોહિત શર્મા અને શુભમન ગિલ સહિત અનેક ક્રિકેટરોએ ઇતિહાસમાં પોતાના નામ નોંધાવ્યા છે. આ મેચમાં ભારતે 46.3 ઓવરમાં 229 રનનો ટાર્ગેટ પુરો કરીને જીતને પોતાને નામ કરી છે.
બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કરવાનું પસંદ કરતા બાંગ્લા ટાઈગર્સનો શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી કારણ કે તેઓ એક સમયે 35/5 પર સમેટાઈ ગયા હતા. તૌહિદ હૃદયોય અને જાકર અલીએ 154 રનની ભાગીદારીએ ટીમને એક સારા સ્કોર સુધી પહોચાડી હતા. જોકે અક્ષર પટેલની બોલિંગમાં રોહિત શર્માએ પહેલી સ્લિપમાં ઝાકિર અલીનો આસાન કેચ છોડી દીધો. કેચ ચૂકી ગયા પછી રોહિત શર્મા પોતે ખૂબ જ નિરાશ દેખાતો હતો.રોહિત શર્માની આ ભૂલના કારણે અક્ષર પટેલ હેટ્રીકથી ચુક્યો હતો. ન માત્ર કેપ્ટન રોહીત શર્મા પણ હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલે પણ આસાન કેચ છોડીને બાંગ્લાદેશના ખિલાડીઓને જીવન દાન આપ્યું હતું.

તો બીજી તરફ લાંબા સમય બાદ ટીમમાં પાછા ફરેલા દિગ્ગજ ઝડપી બોલર મોહમ્મદ શમીએ પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. તે ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં પાંચ વિકેટ લેનાર બીજો ભારતીય ક્રિકેટર બન્યો. બાંગ્લાદેશ સામેની મેચમાં તેને ટીમમાં સામેલ કરવા સામે થોડી મતમતાંતર હતા, પરંતુ આ અનુભવી બોલરે તબાહી મચાવી દીધી અને ICC ટુર્નામેન્ટમાં ભારતનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ બન્યો.
બીજી ઇનિંગમાં, રોહિત અને ગિલે પ્રથમ વિકેટ માટે 69 રનની ભાગીદારી કરી. કેપ્ટન 41 રન બનાવીને આઉટ થયો, પરંતુ તેણે ODI ક્રિકેટમાં 11,000 રન પૂરા કર્યા. જ્યારે વનડાઉન બેટિંગ કરવા આવેલા કોહલી ફરી એકવાર લેગ-સ્પિનરો સામે સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. 2024 પછી પાંચમી વખત, ભારતના સ્ટાર બેટ્સમેન કોહલીએ લેગ-સ્પિનર સામે પોતાની વિકેટ ગુમાવી. તેમ છતાં કોહલીએ મેચમાં 22 રન બનાવ્યા અને તે ICC ODI ટુર્નામેન્ટમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો.
ભારતીય ખિલાડીઓ ફિલ્ડીંગમાં ભારે ભૂલો કરવાના કારણે બાગ્લાદેશ સારા સ્કોર સુધી પહોચી ગયા હતા. રોહિત શર્માએ મેચમાં પહેલી ભૂલ કરી. આ પછી, હાર્દિક પંડ્યા અને પછી કેએલ રાહુલે બાંગ્લાદેશી બેટ્સમેનોને જીવતદાન આપ્યું. એવું લાગતું હતું કે ત્રણેય ખેલાડીઓ હાથ પર માખણ લગાવીને આવ્યા હોય. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ નવમી ઓવરમાં કેચ છોડવાની પહેલી ભૂલ કરી. આ ભૂલ એવી હતી કે તેણે બધાનું દિલ તોડી નાખ્યું કારણ કે જો તેણે આ કેચ લીધો હોત તો અક્ષર પટેલે હેટ્રિક લીધી હોત. અક્ષર પટેલની બોલિંગમાં રોહિત શર્માએ પહેલી સ્લિપમાં ઝાકિર અલીનો આસાન કેચ છોડી દીધો. કેચ ચૂકી ગયા પછી રોહિત શર્મા પોતે ખૂબ જ નિરાશ દેખાતો હતો.

રોહિત શર્મા પછી હાર્દિક પંડ્યાએ પણ કેચ છોડવાની ભૂલ કરી. પંડ્યાએ કુલદીપ યાદવના બોલ પર તૌહીદ હૃદયોયનો કેચ છોડી દીધો. આ ખૂબ જ સરળ કેચ હતો અને તેણે આ તક પણ ગુમાવી દીધી. મોટી વાત એ છે કે આ બંને બેટ્સમેનોએ પાછળથી અડધી સદી ફટકારી હતી.23મી ઓવરમાં કેએલ રાહુલે ઝાકિર અલીને પણ તક આપી. આ ખેલાડીએ ઝાકિર અલીને સ્ટમ્પ આઉટ કરવાની સરળ તક ગુમાવી દીધી. રવીન્દ્ર જાડેજાના બોલ પર કેએલ રાહુલે આ ભૂલ કરી. આ બંને બેટ્સમેનોએ આનો ફાયદો ઉઠાવ્યો અને શતકીય ભાગીદારી કરી
બીજી બાજુ, ગિલે ધમાકેદાર સદી ફટકારી. તેણે અણનમ 101 રન બનાવ્યા, જ્યારે રાહુલે 41* રન બનાવી ભારતે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પોતાની આસાન જીત નોંધાવી હતી. ગિલની 101 રનની અણનમ પારીના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો. આપને જણાવી દઈએ કે મેન ઇન બ્લુ 23 ફેબ્રુઆરીએ તે જ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે રમશે.