ટીમ ઈન્ડિયા શેડ્યૂલ જાહેર જાણો ક્યારે રમાશે મેચ
T20 વર્લ્ડ કપથી લઈને એશિયન ગેમ્સ સુધી, વર્ષ 2026માં ભારતીય ક્રિકેટ ટીમનું શેડ્યૂલ જાહેર

ટીમ ઈન્ડિયા

ટીમ ઈન્ડિયા
ક્રિકેટ પ્રેમીઓ માટે નવા વર્ષ 2026માં મનોરંજનનો મોટો ડોઝ મળવાનો છે. આ વર્ષે ભારતીય ખેલાડીઓ સતત મેદાન પર વ્યસ્ત જોવા મળશે. જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ, એશિયન ગેમ્સ અને અનેક દ્વિપક્ષીય સીરિઝમાં ભાગ લેશે.
જાન્યુઆરી: ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે ટક્કર
વર્ષની શરૂઆત ન્યુઝીલેન્ડ સામેની વનડે અને T20 સીરિઝથી થશે
વનડે સીરિઝ: 11 જાન્યુઆરી (વડોદરા), 14 જાન્યુઆરી (રાજકોટ) અને 18 જાન્યુઆરી (ઈન્દોર)
T20 સીરિઝ: 21 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન નાગપુર, રાયપુર, ગુવાહાટી, વિશાખાપટ્ટનમ અને તિરુવંતપુરમમાં પાંચ મેચ રમાશે
ફેબ્રુઆરી: T20 વર્લ્ડ કપનો રોમાંચ 7 ફેબ્રુઆરીથી T20 વર્લ્ડ કપ 2026 શરૂ થશે. જેમાં ભારતનો સામનો યુએસએ (7 ફેબ્રુઆરી), નામિબિયા (12 ફેબ્રુઆરી), પાકિસ્તાન (15 ફેબ્રુઆરી) અને નેધરલેન્ડ્સ (18 ફેબ્રુઆરી) સામે થશે. ટુર્નામેન્ટની ફાઈનલ 8 માર્ચે રમાશે
માર્ચથી મે: આઈપીએલ 2026 વર્લ્ડ કપ બાદ માર્ચના છેલ્લા અઠવાડિયાથી મે મહિનાના અંત સુધી આઈપીએલ 2026 રમાશે. આ સમય દરમિયાન કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાશે નહીં
જૂનથી ઓગસ્ટ: વિદેશ પ્રવાસ અને ટેસ્ટ ક્રિકેટ
જૂન: અફઘાનિસ્તાન સામે એક ટેસ્ટ અને ત્રણ વનડેની હોમ સીરિઝ
જુલાઈ: ઈંગ્લેન્ડનો પ્રવાસ, જ્યાં 5 T20 અને 3 વનડે મેચ રમાશે
ઓગસ્ટ: શ્રીલંકા પ્રવાસ પર બે ટેસ્ટ મેચની સીરિઝ
સપ્ટેમ્બરથી ડિસેમ્બર: એશિયન ગેમ્સ અને ન્યુઝીલેન્ડ પ્રવાસ
સપ્ટેમ્બરમાં ભારત અફઘાનિસ્તાન સામે UAE માં T20 સીરિઝ રમશે. આ જ સમયગાળામાં એશિયન ગેમ્સ પણ યોજાશે. ઓક્ટોબર-નવેમ્બરમાં ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડના પ્રવાસે જશે, જ્યાં ટેસ્ટ, વનડે અને T20 મેચોની લાંબી સીરિઝ રમાશે. વર્ષના અંતે ડિસેમ્બરમાં શ્રીલંકા સામે ઘરઆંગણે વનડે અને T20 સીરિઝનું આયોજન થશે

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

કોલંબો ટેસ્ટમાં ભારત 1-0ની લીડ સાથે શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. શુભમન ગિલના 3,000 ટેસ્ટ રન અને પ્લેઇંગ-11 પર નજર રહેશે.

કોચે આપ્યો મોટો સંકેત