T20 વર્લ્ડ કપ: નેપાળે ઈંગ્લેન્ડના શ્વાસ અટકાવ્યા
વાનખેડેમાં નેપાળની નિડર બેટિંગ, પૂર્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે માત્ર 4 રનથી ગુમાવી જીત

નેપાળ ટીમ

નેપાળ ટીમ
T20 વર્લ્ડ કપમાં નેપાળની ટીમે સાબિત કરી દીધું છે કે તે હવે માત્ર એક સામાન્ય ટીમ નથી, પરંતુ દિગ્ગજ દેશોને હરાવવાનું સામર્થ્ય ધરાવે છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક મેચમાં નેપાળે પૂર્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડને અંતિમ ઓવર સુધી સંઘર્ષ કરવા મજબૂર કર્યું હતું.
ઈંગ્લેન્ડનો મજબૂત પડકાર અને નેપાળનો પલટવાર :
પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે હેરી બ્રુક અને જેકબ બેથેલની અડધી સદીની મદદથી 184 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. 185 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નેપાળની ટીમે શરૂઆતથી જ આક્રમક રમત બતાવી હતી. કેપ્ટન રોહિત પૌડેલ અને દીપેન્દ્ર સિંહ એરીની તોફાની બેટિંગે ઈંગ્લેન્ડના બોલરોને દબાણમાં લાવી દીધા હતા. મેચ એટલી રોમાંચક બની હતી કે છેલ્લી ઓવર સુધી પરિણામ કોના પક્ષમાં જશે તે કહેવું મુશ્કેલ હતું.
અંતિમ ઓવરનો રોમાંચ :
નેપાળને છેલ્લી ઓવરમાં જીતવા માટે 10 રનની જરૂર હતી. ઈંગ્લેન્ડ તરફથી સેમ કરણે પોતાના અનુભવનો ઉપયોગ કરી અત્યંત ચોકસાઈભરી બોલિંગ કરી હતી. નેપાળની ટીમ માત્ર 4 રનથી મેચ હારી ગઈ, પરંતુ તેમની આ લડાયક મિજાજે વાનખેડેમાં હાજર હજારો પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. હારવા છતાં નેપાળની રમતની ચર્ચા ઈંગ્લેન્ડની જીત કરતા પણ વધુ થઈ રહી છે.
દિગ્ગજોએ કરી પ્રશંસા અને ડેલ સ્ટેનની ઓફર :
ભારતના પૂર્વ સ્ટાર યુવરાજ સિંહ અને આર. અશ્વિને નેપાળની ટીમના આત્મવિશ્વાસના વખાણ કર્યા છે. યુવરાજે જણાવ્યું કે આવી રીતે જ ભવિષ્યના ચેમ્પિયન્સ તૈયાર થાય છે. સૌથી મોટું આશ્ચર્ય ત્યારે થયું જ્યારે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર ડેલ સ્ટેને નેપાળની ટીમની પ્રગતિ જોઈને તેમને કોચિંગ આપવાની તૈયારી દર્શાવી છે. હવે નેપાળનો આગામી મુકાબલો 15 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે થશે, જેમાં ફરી એકવાર ઉલટફેરની આશા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.