T20 વર્લ્ડ કપ 2026: સેમિ ફાઈનલનો જંગ જામશે
ઈડન ગાર્ડન્સમાં સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મુકાબલો

T20 વર્લ્ડ કપ 2026 સેમિ ફાઈનલ

T20 વર્લ્ડ કપ 2026 સેમિ ફાઈનલ
ક્રિકેટ જગતના સૌથી મોટા મહાકુંભ T20 વર્લ્ડ કપ 2026 હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગયો છે. દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓની નજર હવે સેમિ ફાઈનલના મુકાબલાઓ પર ટકેલી છે. આ ટૂર્નામેન્ટની પ્રથમ સેમિ ફાઈનલ આવતીકાલે એટલે કે બુધવારે, 4 માર્ચના રોજ કોલકાતાના જગપ્રસિદ્ધ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલમાં પ્રવેશવા માટે જોરદાર ટક્કર જોવા મળશે.
ન્યૂઝીલેન્ડ માટે આંકડાઓનો પડકાર :
ન્યૂઝીલેન્ડની ટીમ માટે આ મેચ માત્ર ફાઈનલમાં પહોંચવાની તક નથી, પરંતુ સાઉથ આફ્રિકા સામેના ખરાબ રેકોર્ડને સુધારવાની પણ મોટી તક છે. આશ્ચર્યજનક વાત એ છે કે T20 વર્લ્ડ કપના 19 વર્ષના ઈતિહાસમાં ન્યૂઝીલેન્ડ ક્યારેય સાઉથ આફ્રિકા સામે જીત મેળવી શક્યું નથી. વર્ષ 2007થી અત્યાર સુધી બંને ટીમો વર્લ્ડ કપમાં પાંચ વખત સામસામે આવી છે અને પાંચેય વાર ન્યૂઝીલેન્ડને હારનો સામનો કરવો પડ્યો છે.
ચાલુ ટૂર્નામેન્ટમાં પણ ગ્રુપ સ્ટેજ દરમિયાન ચેન્નાઈમાં રમાયેલી મેચમાં આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને 7 વિકેટે પરાજય આપ્યો હતો. મિચેલ સેન્ટનરની આગેવાની હેઠળની કીવી ટીમ આ વખતે આ ઈતિહાસ બદલવા માટે આતુર છે.
સાઉથ આફ્રિકાનું અતૂટ અભિયાન :
એડન માર્કરામની કેપ્ટન્સીમાં સાઉથ આફ્રિકાની ટીમ હાલમાં શાનદાર ફોર્મમાં છે. આ વર્લ્ડ કપમાં તેઓ અત્યાર સુધી એક પણ મેચ હાર્યા નથી. ઓવરઓલ T20 ઈન્ટરનેશનલ રેકોર્ડની વાત કરીએ તો પણ આફ્રિકાનો દબદબો સ્પષ્ટ દેખાય છે. બંને દેશો વચ્ચે રમાયેલી કુલ 19 T20 મેચોમાંથી 12 મેચ આફ્રિકાએ જીતી છે, જ્યારે ન્યૂઝીલેન્ડ માત્ર 7 મેચમાં વિજયી બન્યું છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિ ફાઈનલ :
બીજી તરફ, રમત પ્રેમીઓ માટે ગુરુવાર, 5 માર્ચનો દિવસ પણ અત્યંત મહત્વનો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યજમાન ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિ ફાઈનલ રમાશે. ભારતીય ટીમ પોતાના ઘરેલું મેદાન પર પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.
ઈડન ગાર્ડન્સની સ્પિન ફ્રેન્ડલી પીચ પર ન્યૂઝીલેન્ડના સ્પિનરો આફ્રિકાના બેટ્સમેનોને રોકી શકે છે કે નહીં, તે જોવું રસપ્રદ રહેશે. જો કીવી ટીમ જીતશે તો તે એક નવો ઈતિહાસ હશે, અને જો આફ્રિકા જીતશે તો તેઓ સતત બીજી વાર વર્લ્ડ કપની ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરશે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.